News of Tuesday, 29th April 2025
નાંદોદ તાલુકામાં આવેલ અમી ઑર્ગેનીક્સ માંથી 80 હજાર ના મુદામાલ ની ચોરી

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામથી નવારાજુવાડીયા ગામ વચ્ચે આવેલ અમી ઑર્ગેનીક્સમાંથી ચોરી થતા ત્યાંના ઇજનેરે ફરિયાદ આપતા ગુનો દાખલ થયો છે
મળતી વિગતો અનુસાર ઉદયભાઇ દિનેશભાઇ ભટ્ટ (ઉ.વ.૨૯ )ધંધો.પ્રોજેકટ એન્જીનીયર (હાલ રહે.થર્ડ ફ્લોર, ક્રિષ્ના હાઇટ્સ, ગાંધી ચોક, રાજપીપળા )નાઓએ આલેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા ચોરો એ તા.૧૭ એપ્રિલ થી તા.૧૮ એપ્રિલ ના રોજ પ્રતાપનગર ગામથી નવારાજુવાડીયા ગામ વચ્ચે આવેલ અમી ઑર્ગેનીક્સ- (ઝઘડીયા યુનીટ) પ્લાન્ટમાં ઇન્વેટર નં.૯ માં સોલાર પેનલની રો ના અંદરના કબલો તથા બીજા અન્ય ઇન્વેટર નં.૨ થી ૮ માં આવેલ કેબલો આશરે બે હજાર મીટર કોપર સ્ટ્રીંગના (૬ સ્ક્વેર એમ.એમ) મળી આશરે રૂા.૮૦,૦૦૦ નો મુદ્દામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગુનો કરતા આમલેથા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
