<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

મા પરિક્રમા સેવા સંઘ ઇન્દ્રવરના સંચાલિત મા અનસૂયા દત પદયાત્રા ની પૂર્ણાહુતિ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સેવા સમર્પણ સંક્લ્પ વિકસિત યાત્રા અંતર્ગત તેમજ નારેશ્વર તીર્થસ્થાનના ૧૦૦ માં શતાબ્દિ વર્ષ મા ભગવતી રુકમાંમ્બા ૧૪૬ મી જન્મજયંતી ઉત્સવ ઉજવણી નિમિત્તે ભકતોએ મા અનસૂયા દત પ્રાદુર્ભાવ યાત્રા જાગૃતિ અભિયાન અંતર્ગત માખનેશ્વર્ મહાદેવ થી ઇન્દ્રવરના પોથી આદેશ આશ્રમ સૂધી તા.૨૫/૪/૨૦૨૫ ના રોજ સવારે ૭.૦૦ કલાકે શોભા યાત્રા કાઢી તા ૨૬/૪/૨૦૨૫ ના રોજ વ્યાસ બેટ થી સુખદેવ જી તિર્થ પર ૨૧૧ મીટર ચુંદડી મનોરથ કરી તા તા ૨૭/૪/૨૦૨૫ નર્મદા સ્નાન કરી મા રુકમાંમ્બા સપ્ત શતી પારાયણ, પાલખી યાત્રા, અમાસ નિમિત્તે નર્મદા સ્નાન કરી મા અનસૂયા દત પ્રાદુર્ભાવ યાત્રા પદ યાત્રામા જોડાયેલ ૬૦ સભ્યોના સાથ સહકાર થી પૂર્ણાહૂતિ કરવામા આવેલ તેની સ્મૃતિ નર્મદે હર ગર્વ દે સર્વે દે ગુરૂદેવ દત.

(12:49 AM IST)