News of Tuesday, 29th April 2025
અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી :પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ
અટકાયત કરીને 890 બાંગ્લાદેશીઓની પુછપરછ કરી જૈ પૈકી 143 થી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું ખુલ્યું

અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે પોલીસે કરેલ કાર્યવાહીમાં પુરુષો કરતા મહિલાઓ વધુ સંખ્યામાં સામે આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગિરકોની ક્રાઇમ બ્રાન્ચે તપાસ અર્થે અટકાયત કરીને 890 બાંગ્લાદેશીઓની પુછપરછ કરી હતી. જૈ પૈકી 143 થી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું ફલિત થયું હતું.
પુરુષો કરતા મહિલાઓ વધુ પ્રમાણમાં ગેરકાયદેસર વસવાટ કરતી મળી આવી છે. તેના માટે એવી વિગતો સામે આવી છે કે, અનેક મહિલાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાની આશંકા છે. અમદાવાદ ગ્રામ્યમાં 7 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા મળી આવ્યા છે. ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મામલે અલગથી ફરિયાદ નોંધાઈ શકે છે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
