<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજપીપળા ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો

પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ 28 લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ :આ મહાયજ્ઞમાં કુલ.11 જોડા અને 8 સિંગલ ભક્તોએ આહુતિ આપી હતી.

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ચોર્યાસીની વાડી પાસે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે અમાસ ના દિવસે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

   આ યજ્ઞમાં બેસનાર ભક્તોને હાર્દિક જોષી ઉર્ફે ટપુ મહારાજ એ સંકલ્પ લેવડાવ્યા હતા.જેમાં પહેલગામમાં આતંકવાદી હુમલા માં શહીદ થયેલ 28 લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી, ભારત દેશ આતંકવાદને જડબાતોડ જવાબ આપે તે માટે ની પ્રાર્થના કરવામાં આવી હતી.ચૈત્ર મહિનામાં ચાલતી નર્મદા પરિક્રમા માં ઉત્તરો ઉત્તર વધારો થાય તે બાબતે પણ સંકલ્પ લેવડવામાં આવ્યા હતા.નવચંડી યજ્ઞ આમતો દર વર્ષે ચૈત્ર મહિના માં કરવામાં આવે છે.ઋણ મુક્તેશ્વર યુવક મંડળ સનાતન ધર્મ ને લગતા તમામ કાર્યક્રમો ધામધૂમથી ઉજવણી કરે છે.ગણેશ યાગ અને મહાશિવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.તે જ પ્રકારે નવચંડી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં સ્થાનિક વિસ્તાર ના તમામ લોકો એ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

(1:06 AM IST)