<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5150 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 905.37 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 905.37 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5150 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4455 રૂ., હારીજમાં 4452 રૂ., ગોંડલમાં 4411 રૂ., સાવરકુંડલામાં 4350 રૂ., ભાભરમાં 4332 રૂ., રાજકોટમાં 4305 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 905.37 ટન આવક થઇ છે.

(8:58 PM IST)