<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

૨૨ વર્ષ પછી હત્‍યાના આરોપીને દિલ્‍હી પોહચી પકડવા અમદાવાદ પોલીસનો અદભૂત ઓપરેશન પ્‍લાન

પોતાની સાથે સગાઈ કરનાર યુવતી અન્‍ય યુવાનના પ્રેમમા પડી જતા લગ્ન કરવા કરેલ ઇનકારથી પાગલ બનેલ યુવાને પોતાની પૂર્વ મંગેતરે જેને પસંદ કરેલ તે યુવાનની હત્‍યાં કરી નાખેલ : પોલીસે દિલ્‍હીમાં શાક અને ફ્રુટ વેચ્‍યું..આરોપી બાંધકામ સાઇટ પર કામ કરતો હોવાથી ઝોન, ૨ lcb ટીમ બાંધકામ સાઇટ પર મજૂર પણ બન્‍યા. પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું ઉત્‍કળષ્ઠ ઉદાહરણ : સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા વર્ષોથી ફરાર આરોપીઓની ફાઇલ ખોલવા સૂચવતા ડીસીપી ઝોન, ૨ ભરત રાઠોડ જેવા અધિકારી માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું

 

રાજકોટ, તા.૩૦: પોલીસ ધારે તો શું ન કરી શકે? તેનું એક અદભુત અને ઉત્‍કળષ્ટ ઉદારહણ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન,૨ ભરત રાઠોડ અને તેમની એલસીબી ટીમ દ્વારા ૨૨ વર્ષ પછી એક હત્‍યાના આરોપીને દિલ્‍હી પોહચી, શાકભાજી, ફ્રુટ અને બાંધકામ મજૂર બની ઝડપી લીધો છે. તો ચાલો આખી રસપ્રદ  કથાથી વાકેફ થઈએ.

અમદાવાદના એક યુવાનની સગાઈ તેના ભાઈની સાળી સાથે ૧૯૯૯ માં થયેલ. ગમે તે બન્‍યું જેની સાથે સગાઈ થયેલ તે યુવતી અન્‍ય યુવાનના પ્રેમમા પડી ગયેલ એટલે જેની સાથે સગાઈ થયેલ તે યુવાન સાથે એ યુવતીએ  લગ્ન સમય આવ્‍યો ત્‍યારે લગ્ન કરવાની અનિચ્‍છા જાહેર કરી.

યુવતિ દ્વારા જેની સાથે સગાઈ થયેલ તે યુવાન સાથે લગ્ન કરવા ઇન્‍કાર કરી દીધો. આ વાતથી એ યુવાન ઇર્ષાની આગથી સળગી ગયા જેવી સ્‍થિતિ પર પોહચી ગયો.

પોતાની સાથે સગાઈ થયા પછી લગ્નનો ઇનકાર કરી એ યુવતીએ જેની સાથે પ્રેમમાં પડી લગ્ન કરવા નિર્ણય કરેલ તે યુવાનને પતાવી દેવા માટે આખો મર્ડર પ્‍લાન ઘડ્‍યો. ૨૦૦૩ ની સાલમાં પોતાના એક મિત્રને સાથે રાખી પોતાની સાથે સગાઇ પછી લગ્નનો ઇનકાર કરનાર યુવાન અમદાવાદના રાણીપથી ચેનપુર તરફ જતો હતો ત્‍યારે પોતાના એક સહયોગીની મદદથી તેની હત્‍યા કરી નાખી  હત્‍યા અંગે જે તે સમયે ગુન્‍હો પણ દાખલ થયેલ.પણ આરોપીઓ ઝડપાયા ન્‍હાતા. બીજા શબ્‍દોમાં કહીએ તો આ પ્રકરણની ફાઇલ અભેરાઈ પર ચઢી ગયેલ.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક જેવા સ્‍વચ્‍છ છબી અને કાર્યદક્ષ ips અધિકારી આવ્‍યા પછી, વર્ષોથી બંધ પ્રકરણોની સમીક્ષા શરૂ થયેલ છે. યોગાનુયોગ ડીસીપી તરીકે ટેક્રોલોજી નિષ્‍ણાત ભરત રાઠોડ છે. તેમણે આ પ્રકરણમાં બાતમી મેળવવા પોતાની શ્રણૂણુ ટીમ અને ટેક્રિકલ સોર્શિષ અને  પોતાની ટીમ મારફત બાતમીદારો કામે લગાડ્‍યા, જે મહેનત ફળી.

આરોપી દિલ્‍હીના ચોક્કસ વિસ્‍તારમાં હોવાની બાતમી મળતા એક વિશેષ ટીમ દિલ્‍હી પોહચી. આ ટીન ભૂખ તરસ ભૂલી સતત ફ્રૂટ વેચવાવાળા, શાકભાજી વેચી આરોપીનો પતો લગાડ્‍યો. આરોપી બાંધકામ સાઇટ પર મુખ્‍ય મજૂર વિગેરે કામગીરી કરતો હોવાનું લોકેશન મળતા પોલીસ ટીમના અમુક આરોપી પર બાજ નજર રાખવા બાંધકામ સાઇટ પર મજૂર બન્‍યા અને એક દિવસ મોકો શોધી આરોપીને દબોચી લીધો.

(11:03 AM IST)