News of Wednesday, 30th April 2025
સુરતમાં 3 લોકોએ મોત વ્હાલું કર્યું :બે યુવાનો અને આઘેડે જીવન ટૂંકાવ્યું :પરિવારમાં શોકનો માહોલ
એક યુવકે નોકરીની પરીક્ષાના તણાવમાં અને છૂટક મજૂરી કરતા યુવાને આયખું ટૂંકાવ્યું :ત્રણ સંતાનના પિતાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો

સુરતના અલગ અલગ વિસ્તારોમાં આપઘાતના બનાવો બન્યા છે,વેસુ વિસ્તારમાં યુવકે આપઘાત કરી લીધો હતો. જયારે બીજા બનાવમાં 55 વર્ષીય આધેડે તો સહારા દરવાજા વિસ્તારમાં 24 વર્ષના યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા મોહિત મહોલ્લા પાસે રહેતા વિનોદભાઈ શર્મા હાર્ડવેરની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે. જે પૈકી તેમના 22 વર્ષના દીકરા મનીષએ બીસીએનો અભ્યાસ પૂર્ણ કરી નોકરી માટેની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. દરમ્યાન મંગળવારે સવારે તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તબક્કે નોકરીની પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. વધુ તપાસ વેસુ પોલીસ કરી રહી છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
બીજા બનાવમાં સહારા દરવાજા પાસે આવેલા સોનિયા નગર માં રહેતો 24 વર્ષીય શની પ્રકાશ પેડકર છટક મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમ્યાન સોમવારે સવારે ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં 55 વર્ષીય દેવરામ મનગતભાઈ મંસાર મચ્છીનો વેપાર કરીને પત્ની અને ત્રણ સંતાન સહીતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 21મીએ નશામાં એસીડ પી લીધું હતું. જેથી પરિવારજનો તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન દેવરામભાઈનું સોમવારે રાતે મોત નીપજ્યું હતું.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
