<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વડોદરામાં મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતર્યા : પોસ્ટર બેનર સાથે સુત્રોચાર કર્યા

એનએથી માડી રેશનકાર્ડ સહિતના કામગીરી બંધ રહેતા કામ અર્થે સરકારી કચેરી ખાતે આવતા લાભાર્થીઓને ધક્કો ખાવો પડ્યો

વડોદરા : રાજ્ય સરકાર સામેની અનેક પડતર માંગણીઓ પૂરી ના થતા રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા માસ સીએલની જાહેરાત કરી હતી. આજે મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી. એનએથી માડી રેશનકાર્ડ સહિતના કામગીરી બંધ રહેતા કામ અર્થે સરકારી કચેરી ખાતે આવતા લાભાર્થીઓને ધક્કો ખાવો પડ્યો હતો

મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા આજે જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી બંધ રહી હતી. રાજ્ય મહેસૂલી કર્મચારી છેલ્લા ઘણા સમય થી સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, પ્રમોશન, અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરેલા કર્મચારીઓને પાછા લાવવા માટે ની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્ધારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ના આવતી હોય આજે કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતર્યા હતા. કોઠી કચેરી ખાતે કર્મચારીઓ ભેગા પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો.

(2:00 PM IST)