<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અર્જૂનભાઇએ સરકારી નોકરી છોડીને પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કરેલ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્‍પને સાકાર કરવાના ભાગરૂપે અર્જૂનભાઇ પોરબંદર અને વિકસીત ગુજરાતના સ્‍વપ્‍નને સાકાર કરવા ભાજપમાં જોડાયા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૧૬૮૦૮ મતોની ઐતિહાસિક રેકર્ડ બ્રેક લીડ સાથે વિજય થયો હતો. ૧૯૯૭માં અર્જૂનભાઇ જાહેર જીવનમાં જોડાયા ૨૦૦૨માં પોરબંદર મતવિસ્‍તારમાંથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાયાઃ ૨૦૦૪થી ૨૦૦૭ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી હતતી અને જનતાના પ્રશ્‍નો ને વિધાનસભામાં સચોટ રજૂં કર્યા હતા. ૨૦૦૭માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ફરી ધારાસભ્‍ય તરીકે અર્જુનભાઇ ચૂંટાયેલાઃ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી છખત પોરબંદરની જનતાએ અર્જૂનભાઇને વિજયી બનાવીને જનસેવાની તક આપી હતી ᅠપોરબંદરના મોઢવાડામાં જન્‍મેલા અર્જુનભાઇએ બાળપણથી નમ્રતા અને સન્‍માનના ગુણો વિકસાવી લીધા હતાઃ ખેડૂત પુત્ર તરીકે અર્જુનભાઇ કઠીન પરિશ્રમ મહત્‍વ સમજે છે ૧૯૮૨થી ૨૦૦૨ સુધી સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્‍ડીકેટ સભ્‍ય તરીકે ચૂંટાઇ આવેલ અને યુનિવર્સિટીના કાર્યકાળ દરમિયાન શિક્ષણની ગુણવતા સુધારવા સક્રિય કામગીરી કરી હતી ૧૯૮૨માં મોરબીની એલ.એ. એન્‍જિનીયરીંગ કોલેજમાં મીકેનિકલ એન્‍જિનિયરની સ્‍નાતક પદવી મેળવી હતીઃ ગુજરાત મેરીટાઇપ બોર્ડમાં આસિસ્‍ટન્‍ટ એન્‍જિનીયર તરીકે ૯ વર્ષ સુધી કામ કર્યુ હતું પરંતુ તેમનો ધ્‍યેય જનસેવાનો હતો11:42 AM IST

ગુજરાતની વધુ એક સિદ્ધિ : દ્રોપદી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’ હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ : નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન કરાયુ : અન્ય સિદ્ધિઓ : આ અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી : આદિ કર્મયોગી અભિયાનમાં વલસાડને બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે એવોર્ડ : બેસ્ટ પર્ફોર્મિંગ ITDAs તરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદને પસંદ કરાયા : ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ : રાજ્ય કક્ષાના સુપર કોચ-માસ્ટર ટ્રેનર તરીકે ગુજરાતની પસંદગી : આદિ કર્મયોગી અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ3:05 PM IST