News of Wednesday, 30th April 2025
કાલોલના વેજલપુર પાસે ગંભીર અકસ્માત: પિતા-પુત્રનું ઘટનાસ્થળ પર જ મોત: અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા
ગોધરા ખાતે લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે વેજલપુર પાસેના માર્ગ પરથી પસાર થતા અચાનક બાઈક સવારે બેલેન્સ ગુમાવતા સવાર ત્રણેય લોકો નીચે માર્ગ પર પટકાયા: બાઈક ચાલક અને અન્ય એક શખ્સ માર્ગ પર ટ્રાફિકના પિલ્લર સાથે અથડાયા

પંચમહાલના કાલોલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે , કાલોલના વેજલપુર પાસે ગંભીર અકસ્માત સર્જાયો. વેજલપુર નજીક બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. વેજલપુર પાસેનો અકસ્માત એટલો ગંભીર હતો કે પિતા-પુત્રનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. પિતા-પુત્રના મોતના સમાચારને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
ઘટનાની પ્રાપ્ત વિગત કાલોલ તાલુકાના વેજલપુર નજીક અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પરિવાર ગોધરા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. દરમિયાન કાલોલના વેજલપુર પાસેના માર્ગ પરથી પસાર થતા અચાનક બાઈક સવારે બેલેન્સ ગુમાવ્યું. બાઈક ચાલકે બેલેન્સ ગુમાવતા સવાર ત્રણેય લોકો નીચે માર્ગ પર પટકાયા. બાઈક ચાલક અને અન્ય એક શખ્સ માર્ગ પર ટ્રાફિકના પિલ્લર સાથે અથડાયા. અકસ્માતમાં નીચે પટકાતા ઘટનાસ્થળ પર જ પિતા-પુત્રના મોત થયા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી છે. વેજલપુર અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી. લોકોએ અકસ્માતને લઈને પોલીસને જાણ કરી હતી.
સમગ્ર ઘટનાને પગલે પોલીસને જાણવા મળ્યું કે અકસ્માતનો જે લોકો ભોગ બન્યા તેઓ ગોધરા લગ્ન પ્રસંગમાં જતા હતા. દરમિયાન વેજલપુર પાસેથી પસાર થતા એક જ પરિવારના બે લોકો કાળનો કોળિયો બન્યા. પોલીસે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. અને અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા. અગાઉ આ મહિનાની શરૂઆતમાં જ ગોધરા-વડોદરા રોડપરના ગંભીર અકસ્માતમાં એક વાહનચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પણ એક જ પરિવારના પિતા અને ત્રણેય માસૂમ પુત્રીનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
