<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા: બે આરોપી ઝડપાયા: અન્ય બેની શોધખોળ

પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારા ઓને ઝડપી પાડયા અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરાઈ હતી  સમગ્ર ઘટનાને પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હત્યાર કરનાર ચાર પૈકી 2ને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ચાલકનો ગત 14મી એપ્રિલના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારા ઓને ઝડપી પાડયા અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઇ અંકલેશ્વરના DySP ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, 12 એપ્રિલના રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટેન્કર ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકનું નામ હોરીલાલ સલગી યાદવ જે ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. આ હત્યામાં પોલીસની વિવિધ ટીમ બનાવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે સફળતા મળી છે. પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવ્યું હતું. આરોપી પાસેથી  ઘાતક હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

(6:59 PM IST)