<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મેશ્વો નદીમાં ન્હાવા ગયેલી 5 બાળકીઓ ડૂબી :બે મૃતક બાળકીઓને બહાર કાઢી : ત્રણની શોધખોળ

મહેમદાબાદના કનીજ ગામ પાસે પસાર થતી નદીમાં બાળકીઓ ડૂબી : મામલતદાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થાળે

ખેડા જિલ્લાના મહેમદાવાદના કનીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા ગયેલી 5 બાળકી ડૂબી છે. ઉનાળાની ગરમીમાં બપોરના સમયે મેશ્વો નદીમાં નાહવા ગયેલી 5 બાળકી ડુબી ગઈ હોવાની ઘટના બની છે. હાલમાં બે મૃતક બાળકીને બહાર કાઢવામાં આવી છે. બાકીની ત્રણ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહેમદાવાદ મામલતદાર અને પોલીસ સ્ટાફ સહીતની ટિમ ઘટના સ્થળે પહોંચી છે.


 

(7:55 PM IST)