તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 30th April 2025
લુણાવાડામાં ભાજપ હસ્તકની નગરપાલિકાએ જવાહર બાગ અને ઈન્દિરા મેદાનના નામ બદલ્યા: શહેરીજનોને આંચકો
જવાહર બાગનું નામ બદલી વખત બાગ અને ઇન્દિરા મેદાનનું નામ બદલી આઝાદ મેદાન રાખ્યું : બન્ને સ્થળોના નામ એકાએક બદલાતા નગરજનોમાં આશ્ચર્ય

મહીસાગરના લુણાવાડા નગરના 592 માં જન્મદિવસે, શહેરના બે સ્થળોના નામ બદલવામાં આવતા શહેરીજનોને આંચકો લાગ્યો હતો. વર્ષોથી એક જ પક્ષની સરકાર અને પાલિકામાં સત્તા સ્થાને હોવા છતા નામ બદલવામાં આવ્યા નહોતા અને હવે અચાનક કોઈ જ પ્રાયોજન વિના નામ બદલી નાખવામાં આવ્યા છે. ભાજપ શાસિત પાલિકાએ લુણાવાડા નગરમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાનોના નામે જે સ્થળ હતા તેના નામ બદલી નાખવામાં આવ્યા છે. જવાહર બાગનું નામ બદલી વખત બાગ કરાયું છે જ્યારે ઇન્દિરા મેદાનનું નામ બદલી આઝાદ મેદાન કરવામાં આવ્યું છે.
જોકે પહેલા જવાહર બાગને વિક્ટોરિયા જયુબિલી ગાર્ડન તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ બાગનું જવાહર બાગ નામ અપાયું. ત્યારબાદ આજે પુનઃ બાગનું નામ બદલીને વખત બાગ કરાયું છે. આ જ રીતે ઇન્દિરા મેદાનનું નામ પણ બદલીને આઝાદ મેદાન કરવામાં આવ્યું છે. બન્ને સ્થળોના નામ એકાએક બદલાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું છે
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
