News of Wednesday, 30th April 2025
પોલીસ સબ ઇન્સ્પેકટરની 472 જગ્યા માટે લેખિત પરીક્ષાના પેપર-1માં ઉમેદવારોને ગુણ ચકાસણી માટે 15 મેં સુધીનો સમય અપાયો
ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ઉમેદવારે મેળવેલ હશે તો જ પેપર-ર ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)નું મૂલ્યાંકન કરવામાં આવશે.

ગાંધીનગર : બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની કુલ ૪૭૨ જગ્યાઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૫ માં શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારોની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ આમદાવાદ, વડોદરા અને સુરતના કુલ-૩૪૦ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાયેલ લેખિત પરીક્ષામાં ૮૬૦૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધેલ. તે લેખિત પરીક્ષા પેપર-૧ની Provisional Answer Key તા.૧૮/૦૪/૨૦૨ ૫ નારોજ જાહેર કરવામાં આવેલ અને ઉમેદવારોને વાંધા / રજુઆત ઓનલાઈન મંગાવવામાં આવેલ અને Final Answer Key આજ રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ છે.
Provisional Answer Key માં એક અને Final Answer Key માં બે મળી કુલ-૩ પ્રશ્નો રદ કરવામાં આવેલ છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને રદ કરેલ પ્રશ્ન દીઠ ૧ (એક) ગુણ આપવામાં આવેલ છે.
Provisional Answer Key બાબતે મળેલ તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી કર્યા બાદ Final Answer Key અને ઉમેદવારોએ મેળવેલ ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ littps://pes.gujarat.gov.in અને https://Indgujarat2021.in ઉપર મૂકવામાં આવેલ છે.
લેખિત પરીક્ષાના પેપર-૧માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે તા. ૦૧/૦૫/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવેલ છે.
પો.સ.ઇ. કેડર તા.૦૭,૦૩:૨૦૨૪ના પરીક્ષા નિયમો મુજબ પેપર-૧ જનરલ સ્ટડીઝ (MCQ) ના PART-A અને PART-B માં અલગ-અલગ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ઉમેદવારે મેળવેલ હશે તો જ પેપર-ર ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)નું મૂલ્યાંકન કરવામાં આવશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
