News of Wednesday, 30th April 2025
સિસોદરા પટમાં પ્રાંતે રેતી ખનન પકડવા સરકારી ગાડીના બદલે બાઇકનો ઉપયોગ કરતા માફિયા ચોંકી ઉઠ્યા...
સિસોદરા રેતી ખનનના ચેકીંગમાં પ્રાંત અને તેમની ટીમ વેશ પલટો કરી ગઈ જેમાં બાઈકો લઇ ગયેલ પ્રાંત અધિકારી અને ટીમને કચડી નાખવા મુદ્દે ફરિયાદ નોંધાઈ:વેશપલટો કરી બે બાઈક ઉપર ગયેલા પ્રાંત અધિકારી અને તેમના સ્ટાફ ઉપર ડમ્ફર ચઢાવવાના પ્રયાસ કરાતા બાઇક પર સવાર પ્રાંત અધિકારી કૂદી પડતા મામુલી ઇજા પણ થઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં તંત્રના કેટલાક હપ્તા ખાઉ અધિકારીઓની મહેરબાની હેઠળ મોટા પાયે ગેરકાયદેસર રેતી, માટી ગ્રેવલ નું ખનન થઇ રહ્યું છે અને કોન્ટ્રાક્ટરો બેફામ થઇ ગયા હોય જોકે પ્રાંત અધિકારી અને તેમની ટીમ આ બાબતે અવાર નવાર ગેરકાયદેસર ખનન પકડી રહી છે અને હાલમાં પણ નાંદોદ તાલુકાના સિસોદરા ગામે નદીના પટ માં મોટા પાયે રેતી ખનન થતું હોવાની બાતમી મળતા સોમવાર ના રોજ પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, સિરેસ્તદાર જયેશ પટેલ, નાયબ મામલતદાર સૌરભ પરમાર સહીતની પ્રાંત કચેરીની ટીમ બે બાઈક ઉપર સિસોદરા જઈને ચેકીંગ કરતા ત્યાં 4 જેટલા જેસીબી, હાઇવા ટ્રક અને 6 થી 7 ટ્રેક્ટરો રેતી ઉલેચી રહ્યાં હતા.જોકે વેશપલટો કરી બાઈક પર આવેલી પ્રાંત ની ટીમ ને જોઈ રેતી ખનન કરતા તત્વો ચોંકી ઉઠ્યા હતા કેમ કે નર્મદા જિલ્લામાં કદાચ પહેલીવાર આ રીતે કોઈ અધિકારી સરકારી ગાડી ના બાળકે મોટરસાયકલ પર વેશપલટો કરી નિકળતા ત્યાં હાજર વાહન ચાલકો અને અન્યો માં ફફડાટ ફેલાતા નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં એક ડ્રાઈવર અને બે ટ્રકો પકડી પાડી હતી.
રેતીખનન જગ્યાએ ટીમ પહોંચતા નાસભાગ મચી હતી અને હાઈવા કે અન્ય વાહનો સીઝ ના કરે એ માટે ચાલકો વાહનો લઇ લઈને ભાગ્યા હતા. આ ભાગદોળમાં એક ડમ્ફર ચાલક પોતાના કબ્જાનું ડમ્ફર લઈ પ્રાંત અધિકારીઓ અને તેમના સ્ટાફ કે જેઓ બાઇક લઈ આવ્યા હોય તે બાઇક ઉપર ડમ્ફર ચઢાવવા પ્રયત્ન કરતા ખુદ પ્રાંત અધિકારી બાઇક ઉપરથી કૂદી પડ્યા હતા ત્યારે તેમણે મામુલી ઇજા પણ થઈ હતી. આ આ તમામ મુદ્દે આજરોજ આમલેથા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાંત અધિકારી સહિત તેમની ટીમ ને કચડી નાંખવા પ્રયાસ કરનાર તત્વો અને આ ગેરકાયદેસર ખનન મુદ્દે કોણ કોણ સંડોવાયેલું છે તે દિશા માં તપાસ હાથ ધરી છે
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
