<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડોની કિંમતની સ્પર્મ વ્હેલની ઉલ્ટી સાથે ચાર લોકોને ઝડપ્યા

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવતા સ્પર્મ વ્હેલ માછલીની ૨.૯૪ ગ્રામ ઉલ્ટી (એમ્બર ગ્રીસ)ના જથ્થા સાથે સુરતના એક શખસ સહિત કુલ ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ એમ્બર ગ્રીસ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત અધધ ૨ કરોડ, નેવું લાખ અને ચાલીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી કિંમતી મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઇમ બ્રાન્ચના વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણ અને તેમની ટીમ, જેમાં પીઆઇ દીપક ઢોલ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે, તેમને આ મોટી સફળતા મળી છે.

(11:51 PM IST)