<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ધોળકા નાગરપાલિકાના ભાજપમાં ભડકો : એકસાથે 12 કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દેતા ખળભળાટ

બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં આપ્યા

અમદાવાદ જિલ્લાના  ધોળકા નગરપાલિકાના આજે અખાત્રીજના પર્વે ભાજપના 12 કાઉન્સેલરો રાજીનામાં ધરી દીધા છે. જેથી ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં ધરી દીધા હતા. 

આ બાબતે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોકયુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. ધોળકામાં બાર જેટલા કાઉન્સિલરોએ ભાજપમાંથી રાજીનામાં આપતા આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યો  છે

 

(12:07 AM IST)