તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Thursday, 1st May 2025
સ્પમેવહેલ માછલીની વોમિટ (એમ્બર ગ્રીસ)ની કિંમત કરોડો રૂપિયાની છે
આ અગાઉ રેન્જ આઇજી ગૌતમ પરમાર, જીલ્લા પોલીસ વડા હર્ષદ પટેલના માર્ગદર્શનમાં sog દ્વારા ૧.૬૫ ગ્રામ ઝડપાયેલ ત્યારે પણ તેની બજાર કિંમત ૧,૧૬,૫૦,૦૦૦. સતાવાર જાહેર થયેલ અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીન દ્વારા ૨.૯૪ ગ્રામ ઝડપાતા બે મોબાઇલ સહિત કુલ કિંમત ૨ કરોડ નેવું લાખ અને ૪૦ હજાર જાહેર કરવામાં આવી છે ચાઇનીઝ દવાઓ અને ખૂબ કીમતી પ્રકારના અતરમા વિગેરેમાં તેનો ઉપયોગ હોવાથી માફીયાઓ હેરફેરી કરવા ખૂબ ઉત્સુક રહેતા હોય છે જે શબ્દ સાંભળતા જ ઉબકા આવવા માંડે તેવી ઉલટીની (એમ્બર ગ્રીસ)ની કિંમત જાણી વિશ્વાસ પણ ન આવે. આમ છતાં આ હકીકત છે

રાજકોટ, તા.૧: ઉલટી શબ્દ સાંભળતા જ ઘણા લોકોને ઉલટી થવા લાગે છે, એટલે આ શબ્દનો ઉપયોગ કરવાને બદલે અંગ્રેજી શબ્દ વોમિટનો ઉપયોગ થાય છે . વોમિટ (ઉલટી)ની કિંમત કરોડોમાં હોય છે, તેવી કોઈ વાત કરે તો બિલકુલ ગળે ન ઉતરે પણ આ હકીકત છે. જોકે આ વાત માણસના વોમિટની નહિ, સ્પમૅવહેલ માછલીની વોમિટ જેને એમ્બર ગ્રીસ તરીકે ઓળખવામાં આવે તેની છે.
ગત રાતે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના એક શખસ સાથે કુલ ૪ લોકોને સ્પમૅવહેલ માછલીની ઉલટી વોમિટ જેને અગાઉ જણાવ્યું તેમ એમ્બરગ્રીસ તરીકે ઓળખાઈ છે તે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વ હેઠળ પીઆઇ દીપક ઢોલા ટીમે ઝડપી લીધાં છે.
જેની ૨.૯૪ ગ્રામ બે મોબાઇલ સાથે કુલ કિંમત ૨ કરોડ ૯૦ લાખ અને ૪૦ હજાર આંકવામાં આવી છે.આ સતાવાર જાહેર કરેલ કિંમત છે. બીજા શબ્દોમાં કોઈ અનુમાન નથી.
આ અગાઉ ભાવનગરમાં પણ રેન્જ વડા ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસવડા ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શનમાં sog દ્વારા સ્પમૅવહેલ માછલીની વોમિટ કે ઉલટી જેને એમ્બર ગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તે ઝડપાયેલ.
એ સમયે ૧.૬૫ કિલો ગ્રામની બજાર કિંમત ૧.૧૬, ૬૫૦૦૦ અર્થાત્ એક કરોડ ૧૬ લાખ, ૬૫ હજાર જાહેર કરવામાં આવી હતી. આ ઉલટી કે એમ્બરગ્રીસનો ઉપયોગ ચાઇનીઝ દવાઓ બનાવવામાં થાય છે.
અને ખૂબ કીમતી એવા અતર બનાવવા સાથે અન્ય રીતે ઉપયોગ થતો હોવાનું નિષ્ણાતો માને છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
