<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લોકશાહીની ઉત્ક્રાંતિ: 'બુલેટ'થી બેલેટ' સુધીની સફર; એક સમયે 'જંગલ રાજ' અને લોહિયાળ ચૂંટણી હિંસા માટે કુખ્યાત બિહારે કઈ રીતે 'ઝીરો વાયોલન્સ'નું મોડેલ સ્થાપિત કર્યું? : બિહાર, જે રાજ્યનો ચૂંટણી ઇતિહાસ એક સમયે લોહીથી લખાયેલો હતો, તેણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ મતદાન કરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણીમાં હિંસાની એકપણ ઘટના નોંધાઈ નથી અને એકપણ બૂથ પર પુનઃમતદાન (રીપોલિંગ) કરવાની જરૂર પડી નથી. આ એ જ બિહાર છે જ્યાં ૧૯૯૦ની ચૂંટણીમાં ૮૭ લોકો માર્યા ગયા હતા અને ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષને અભૂતપૂર્વ હિંસા અને ગેરરીતિઓને કારણે ચાર વખત ચૂંટણી મુલતવી રાખવી પડી હતી10:40 AM IST

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત રાજયભરમાં શિયાળો જામતો જાય છે : આગામી સપ્તાહમાં ર થી ૩ ડીગ્રી પારો ગગડશે : હવામાન વિભાગની આગાહી : આગામી ૪ થી પ દિવમાં લઘુત્તમ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના : શિયાળાની શરૂઆતમાં જ કચ્‍છનું નલિયા ઠંડુગાર બની ગયું : આગામી દિવસોમાં અહીં તાપમાન ૧૦ થી ૧ર ડિગ્રી સુધી નીચે જવા સંભાવના : આગામી સપ્તાહે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૪ ડિગ્રી રહેવાનો અંદાજ : શહેરીજનોને ડબલ ઋતુમાંથી મુકિત મળી શુદ્ધ શિયાળાનો અનુભવ થશે : સૌથી વધુ અસર : કચ્‍છનું નલિયા અને પાટનગર ગાંધીનગર રાજયના સૌથી ઠંડા શહેરો બની રહેવાની શકયતા : નિષ્‍ણાતોનો મત : ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.10:35 AM IST

કાલે ગુજરાત આવતા પીએમ માટે એસપીજી સાથે ચર્ચા, હાઈ ટેક સુરક્ષા ચક્ર : ગુજરાતમાં ભયાનક આતંકવાદી કાવત્રુ, દિલ્‍હીના દેશને હચમચાવે તેવા કાવતરાના પર્દાફાશ વચ્‍ચે ગુજરાત આવતા નરેન્‍દ્રભાઇ મોદી માટે ૫ એસપીને જવાબદારી સુપ્રત કરતા રેન્‍જ વડા પ્રેમવીરસિંહ : હેલિપેડ બુલેટ ટ્રેનના સ્‍ટેશનનું સુરત રૂરલ એસપી રાજેશ ગઢિયા સહિત અડધો ડઝનઆઇપીએસ સાથે ક્રાઇમબ્રાંચના અનુભવ આધારે સ્‍થળ પર બોમ્‍બ સ્‍કોડ સાથે રેન્‍જ આઇજી પ્રેમવીરસિંહ દ્વારા નિરીક્ષણ અને બેઠકોનો ધમધમાટ : સુરતમાં ૧૯૯૨ માં બાબરી મસ્‍જિદનો બદલો લેવા થયેલ બોમ્‍બ ધડાકા, ૨૦૦૮ માં મળેલ જીવતા બોંમ્‍બની ફાઇલો ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા,એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમને સાથે રાખી આઇબી બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અનુપસિંહ ગેહલોત દ્વારા મોડી રાત સુધી ચકાસણી12:17 PM IST

 નવાગામમાં બે દિકરીને લટકાવી મારી નાંખી માતાનો આપઘાત : જુઓ વિડિયો : સંતાનમાં દિકરો નહોતો એટલે મુંજવણમાં રહેતી પરિણીતાનું હૈયા હચમચાવી નાખતું પગલું : સોલંકી-કોળી પરિવારમાં ગામમાં કલ્‍પાંત : ૨૮ વર્ષિય અસ્‍મીતાબેન સોલંકીએ ૮ વર્ષની દિકરી પ્રિયાંશી અને ૫ વર્ષની દિકરી હર્ષિતાને છતના હુકમાં અલગ અલગ દોરીથી લટકાવી મોતને ઘાટ ઉતારી પોતે સાડી બાંધી ફાંસો ખાઇ મોત મેળવ્‍યુઃ અસ્‍મીતાબેનના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતાં: માવતર સરધારના ગઢડીયામાં રહે છેઃ મૃતદેહોના ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ : સસરા મિત્રના કારખાનાના ઉદ્દઘાટનમાં બહારગામ ગયા હતાં, પતિ છકડાના ફેરા કરવા ગયો હોઇ ઘરે કોઇ નહોતું: પતિ આવ્‍યો ત્‍યારે દરવાજો બંધ હતો, પડોશીઓને બોલાવી તોડીને જોતાં દિકરીઓ, પત્‍નિ લટકતા મળ્‍યા3:01 PM IST

મારૂં જીવન સાદુ છે, હું ભલી અને મારા ભજન ભલા : વિજયાબેન વાઘેલા : જ્જ લોક ગાયિકા, ભજન આરાધક વિજયાબેન લોકડાયરા ક્ષેત્રે સૌરાષ્ટ્રના સિંહણ તરીકે ઓળખાય છે. જ્જ ૧૨ વર્ષના હતા ત્‍યારથી ભજન ગાય છે સંગીતનો વારસો મોસાળમાંથી મળ્‍યો છે. જ્જ ૩૫ વર્ષમાં વિજયાબેને અસંખ્‍ય કાર્યક્રમો સમગ્ર ભારતમાં ફરી આપ્‍યા છે. જ્જ સૌરાષ્ટ્રના લગભગ દરેક સંતો-મહંતોએ વિજયબેનના ભજનોને સાંભળ્‍યા છે. અષાઢી બીજ અને એકમના રોજ તેઓ પરબવાવડી ગુરૂ ગાદી ખાતે અચૂક કાર્યક્રમ આપવા જાય છે. જ્જ વિજયાબેનને કુદરતે સંગીત આપ્‍યું છે તેમને હાર્મોનિયન પણ આવડતું નથી છતાં ગવાઇ જાય છે. જ્જ ગુજરાતી ફિલ્‍મમાં શિવજીનું ભજન ‘મેરી બીગડી બનાને વાલા કોઇ નહીં ભોલેનાથ સે નિરાલા કોઇ નહીં..' ગાયું હતું. 3:29 PM IST