News of Thursday, 1st May 2025
કણભામાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું : SMCએ પાડ્યો દરોડો : 67.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
પોલીસને રેડ દરમિયાન 67.69 લાખની કિંમતની દારૂની 21,696 બોટલો મળી:ગોડાઉન ભાડે રાખનાર, દારૂ મોકલનાર વોન્ટેડ જાહેર :દારૂ મંગાવનાર રાજસ્થાનના પ્રવીણ બિશ્નોઈ વોન્ટેડ છે, મનોહર બિશ્નોઈ અને બીરબલ બિશ્નોઈને પણ વોન્ટેડ જાહેર

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું છે,એસએમસીએ બાતમીના આધારે દરોડા પાડીને ગેરકયાદેસર દારૂનું ગોડાઉન ઝડપી પાડયું છે, જેમાં પોલીસે 67.69 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, વિદેશી દારૂની બોટલો મળી આવી છે, વાઈબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે .
કણભા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે, SMCએ દરોડા પાડી 67.69 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો છે, પોલીસને રેડ દરમિયાન 67.69 લાખની કિંમતની દારૂની 21,696 બોટલો મળી આવી છે, ગોડાઉન ભાડે રાખનાર, દારૂ મોકલનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, દારૂ મંગાવનાર રાજસ્થાનના પ્રવીણ બિશ્નોઈ વોન્ટેડ છે, મનોહર બિશ્નોઈ અને બીરબલ બિશ્નોઈને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાય છે
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કણભા પોલીસ ઉંઘતી ઝડપાઈ છે, શું કણભા પોલીસને આ વાતની ખબર હતી અને દારૂનું વેચાણ થતુ હતુ ! આટલું મોટું ગોડાઉન રાખવામાં આવે છે અને તેમાં દારૂનો જથ્થો મૂકવામાં આવે છે તેમ છત્તા પોલીસને આ વાતની ખબર નથી એ બહુ કહેવાય,
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
