તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 1st May 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા સુધી બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 639.49 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 639.49 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1615 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1550 રૂ. અને નીચો ભાવ 1411 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1591 રૂ., બાબરામાં 1550 રૂ., ગોંડલમાં 1541 રૂ., અમરેલીમાં 1540 રૂ., બોડેલીમાં 1534 રૂ., જેતપુરમાં 1522 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 639.49 ટન કપાસની આવક થઇ છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
