તા. ૮ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૧ મંગળવાર
News of Thursday, 1st May 2025
વડોદરાના શિનોરના મોટા ફોફળિયા ઝાંઝર રોડ પર ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત: અન્ય બે ગંભીર
મોટા ફોફળિયા સ્કૂલ ધોરણ 11 નું રિઝલ્ટ લઈ બાઈક ઉપર સવાર ચારે યુવકો ઘરે ઝાંઝર પરત જતા હતા. ત્યારે અકસ્માત નડ્યો

વડોદરાના શિનોરના મોટા ફોફળિયા ઝાંઝર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત થયા છે. ટેમ્પો – બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર 4 પૈકી 2 નાં મોત થયા હતા. બાઇક પર સવાર અન્ય 2 ને ગંભીર ઇજાઓ પહોચી છે. શિનોરના મોટા ફોફળિયા – ઝાંઝર રોડ ઉપર અકસ્માતનો આ બનાવ બન્યો હતો. મોટા ફોફળિયા સ્કૂલ ધોરણ 11 નું રિઝલ્ટ લઈ બાઈક ઉપર સવાર ચારે યુવકો ઘરે ઝાંઝર પરત જતા હતા. શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
