News of Friday, 2nd May 2025
SDRFની ટિમને નર્મદાના બ્રીજ પાસેથી યતિશ તડવીનો ત્રીજા દિવસે મૃતદેહ મળી આવ્યો
વસંતપુરા ગ્રામજનો સાથે પરિવારે નર્મદા બ્રિજ પર પહોંચી બે વાર ચક્કાજામ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: ગરુડેશ્વર તાલુકાના વસંતપુરા ગામના રહીશ યતિશ નરેદ્ર તડવી નર્મદા નદીના નવા બ્રીજ ઉપરથી પગ લપસી જતા નદીમાં પડતા આજે ત્રીજો દિવસ છતાં તેનો કોઈ પત્તો મળ્યો ન હતો પોલીસ અને ફાયર ફાઈટર શોધખોળ કરી રહ્યા હતા. પણ ગુમ દીકરો ના મળતા પરિવાર શોકાતુર બન્યો હતો. અને પરિવાર માતા પિતા સાથે ગ્રામજનો નર્મદા નદીના બ્રિજ પર આવી વાહનો રોકી બે વાર ચક્કાજામ કર્યો હતો. જોકે પોલીસ આવી જતા તેમને સાઈડ પર કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાવ્યો હતો. બે દિવસથી SDRFની ટીમ યુવાનને શોધતી હોય આજે બપોરે 4 વાગે યતિશ તડવી નો મૃતદેહ મળતા પોલીસે પી.એમ કરી મૃતદેહ પરિવાર ને સોપ્યો હતો.
ગરુડેશ્વર તાલુકાના વસંતપુરા ગામે રહેતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-કાર ના ચાલાક તરીકે ફરજ બજાવતા યતિશ નરેન્દ્ર તડવી નોકરી પુરી કરી 29 એપ્રિલ 25 ના રોજ બપોરે 12 થી 1 ના ગાળામાં કેવડિયા ખાતે ફરજ બજાવી તેના ભાઈ ભાવેશ નરેદ્ર તડવી સાથે બાઈક પર વસંતપુરા પોતાના ઘરે જતા હતા. વચ્ચે નર્મદા નદીનો નવો બ્રીજ આવતા બાઈક પાછળ બઠેલા યતિશ તડવી એ ઉલ્ટી થાય છે તેમ કહી બાઈક ઉભી રાખવી બ્રીજની પારી પાસે જઈ ને ઉભો હતો. થોડી રાહત લગતા પારીપર બેઠો એવામાં પગ લપસી જતા સીધો 100 ફુટ ઉંચાઈ થી નીચે નદીમાં પડ્યો હતો. ભાઈ ભાવેશે પોલીસ અને સંબંધિત તમામ ને જાણ કરી એટલે સલામતી પોલીસ અને ફાયર ફાઈટરો ની ટીમો દોડી આવી શોધખોળ હાથ ધરી પરંતુ નદીમાં પાણી નું વહેણ વધુ હોય અને બ્રીજ નીચે ઉંડાઇ પણ હોય હજુ આ યતિશ તડવી નો પત્તો જડ્યો ના હતો અને આજે ત્રીજા દિવસે સાંજે 4 વાગે SDRF ની ટીમને યતિશ તડવી નો મૃતદેહ મળી આવતા પરિવાર શોકાતુર બન્યો હતો. પોલીસે પી.એમ કરી મૃતદેહ પરિવાર ને સોપ્યો હતો.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
