તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
ચિચડીયા ગામે મોટી બહેનના લગ્ન પ્રસંગમા નાની બહેનની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામમાં બહેનના લગ્ન દરમિયા નાની બહેનની છેડતી કરનાર શખ્શ સામે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર ચીચડીયા ગામમાં મોટી બહેન ના લગ્ન હતા જે લગ્ન પ્રસંગની ગ્રહશાંતિના સમયે રાતના આશરે અગિયારેક વાગ્યા સમયે ફરિયાદ કરનાર બહેન પોતાના ઘરની અડાળીમાં ઊભા હતા તે વખતે સચિન ગોરધનભાઇ ભીલ ( રહે.ચિચડીયા તા. ગરુડેશ્વર જી.નર્મદા )ત્યાં આવી આ બહેન ને કહેલ કે, તુ મારી સાથે ચાલ જેથી તેમણે જવાની ના પાડતા સચિન ભીલ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી આ બહેન ને શરીરે પકડી તેમને પહેરેલ ચોલીનો બ્લાઉઝ આગળના ભાગે ફાડી નાંખતા આ બેન જોર જોરથી બુમો પાડતા આ કામનો આરોપી ભાગી ગયેલ ત્યારબાદ બીજા દિવસે મોટાબેન નું આણુંવાળીને ઘરે તેડી લાવેલા અને રાત્રીના સમયે નાના બહેન તથા અન્યો પોતાના ઘરની બહાર સુતા હતા તે વખતે સચિન ભીલએ સંતાઇને કાંકરી ચાળો કરતો હતો.તે બાદ ચારેક દિવસ પછી રાત્રીના આશરે બારથી એકાદ વાગ્યાના અરસામાં સચિન ભીલ આ બેનના ઘરના પાછળનો દરવાજો ખોલી ગેર કાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી આ બેન પાસે આવી જણાવેલ કે, તુ મારો ફોન કેમ ઉપાડતી નથી? તે અરસામાં બહેન ના નાના ભાઇ જોઇ જતા આ બેનના ભાઇએ પોતાના મમ્મી પપ્પાને જગડેલા જેથી સચિન ભીલ ખાટલા નીચે સંતાઈ જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે સચિન ભીલ વિરુદ્ધ છેડતી નો ગુનો દાખલ કર્યો છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
