તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
દમદાર અભિનય અને આગવી સંવાદઅદાયગીના ધની નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે અવસાન: ગોવામાં સવારે ૫.૨૦ વાગ્યે હૃદય બંધ થતાં ભારતીય સિનેમાએ અનોખો કલાકાર ગુમાવ્યો: ૪૫ મિનિટ સુધી સીપીઆર આપવામાં આવ્યું પણ જીવ બચાવી શકાયો નહીં: પોસ્ટ મોર્ટમ કરાયું : પરિંદા’થી ‘ક્રાંતિવીર’ અને ‘નટસમ્રાટ’ સુધી યાદગાર સફર: ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નાના પાટેકરે પડદા બહાર પણ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું : મરાઠી રંગભૂમિમાંથી હિન્દી સિનેમામાં આગવી ઓળખ ઊભી કરનાર પદ્મશ્રી અભિનેતાએ ખલનાયક, પોલીસ અધિકારી, પિતા અને હાસ્યપાત્રની ભૂમિકાઓમાં અભિનયની વિશાળતા દર્શાવી9:38 AM IST
બોલીવુડનાં ‘‘ક્રાંતિવીર''ની વસમી વિદાઇ : હવે નહિ સંભાળાય ‘‘કંટ્રોલ ઉદય, કંટ્રોલ!! શાનદાર અભિનેતા - જિંદાદિલ ઇન્સાન હવે આપણી વચ્ચે નથી : નાના પાટેકરનું ગોવામાં હૃદયરોગના હુમલાને કારણે નિધનઃ ૭૫ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસઃ ૩ નેશનલ ફિલ્મ એવોર્ડ - ૪ ફિલ્મફેર એવોર્ડ - પદમશ્રી એવોર્ડ મળ્યાઃ ૧૦૦થી વધુ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી : ભગવાન કા દિયા સબકુછ હૈ...: એક મચ્છર આદમી કો... આ ગયે મેરી મોત કા તમાશા દેખને... મશહૂર ડાયલોગ10:22 AM IST
૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૮ ટ્રિલિયન ડોલરને વટાવી જશે : જ્યારે આર્થિક અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ જેવા પડકારો વિશ્વભરમાં ચાલુ છે, ત્યારે ભારતીય અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યું છેઃ વૈશ્વિક રોકાણ કંપની KKR માને છે કે ભારતની વૃદ્ધિની ગાથા હજુ ઘણી લાંબી છે : કંપનીના જણાવ્યા મુજબ ભારત પહેલાથી જ ૪ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો આંકડો પાર કરી ચૂક્યું છે અને આગામી ૧૦ વર્ષમાં ૮ ટ્રિલિયન ડોલરને વટાવી શકે છે2:41 PM IST
સેટેલાઇટ ઇન્ટરનેટ મંજૂરી મુદ્દે ઇલોન મસ્કનો વિસ્ફોટક દાવો - 'શું અંબાણી ભારતના અસલી બોસ છે?' : વિવાદમાં રાહુલ ગાંધીએ 'X' પર પોસ્ટ કરતા રાજકારણ ભારે ગરમાયું : મસ્કના 'ઓલિગાર્ક્સ' વાળા પ્રહાર પર રાહુલ ગાંધીનો કટાક્ષ - 'વેલકમ ટુ ઇન્ડિયા, બીજા વ્યક્તિની ઓળખ થાય ત્યાં સુધી રાહ જુઓ' : સંચાર મંત્રાલય અને ભારતી એરટેલે પક્ષપાતના આરોપો ફગાવ્યા11:05 PM IST
મહાન અભિનેતા નાના પાટેકરના અંતિમ સંસ્કાર પુણેના ડોંજે ગામ ખાતે ફાર્મહાઉસ પર સંપન્ન : પુત્ર મલ્હાર અને પત્ની નીલકાંતિએ મુખાગ્નિ આપી:ગોવામાં 75 વર્ષની વયે નિધન બાદ પાર્થિવ દેહને એરલિફ્ટ કરી પુણે લવાયો હતો:સિનેમા અને રાજકીય જગતના અગ્રણીઓએ ‘નાનાચી વાડી’ પહોંચી ભીની આંખે ભારતીય સિનેમાના આ નટસમ્રાટને અંતિમ વિદાય આપી.11:51 PM IST
GST કાઉન્સિલની પ૭મી બેઠકમાં મોટો નિર્ણય : જીએસટી કાયદા હેઠળ ધરપકડના અધિકારો નાબૂદ કરાયા : પ્રોસિક્યુશનની મર્યાદા વધારાઈ : પ્રોસેસ રિફોર્મ્સને મંજૂરી : સપ્લાયર ટેક્સ ન ભરે તો પણ ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાનો પ્રસ્તાવ કમિટીને સોંપાયો : રજિસ્ટ્રેશન અને રિફંડની પ્રક્રિયા સરળ બની જ્યારે મોટર વાહનો પર આઈટીસીનો નિર્ણય આગામી બેઠક સુધી મુલતવી રખાયો5:27 PM IST
પંજાબના મુખ્યમંત્રીના ઓએસડી રાજબીર સિંહ ખુમાણે સીબીઆઈની અસ્વીકૃત એફઆઈઆર અને દરોડાને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી : ઓએસડી ખુમાણે હાઈકોર્ટને અપીલ કરી કે કલમ 17A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી કાયદેસર મંજૂરી ન મળે ત્યાં સુધી સમગ્ર સીબીઆઈ તપાસ અને ત્યારબાદની કોઈપણ કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.11:37 PM IST
ફાર્મા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પ્રથાઓ પર અંકુશ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિશેષ સમિતિ રચવાનો આપ્યો નિર્દેશ : તબીબોને આકર્ષવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા અપાતી ભેટ અને પ્રલોભનો રોકવા માટે કડક કાનૂની માળખું અને માર્ગદર્શિકા તૈયાર કરવા બાબતે સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે અહેવાલ માંગ્યો છે9:19 PM IST
સાઉદી અરેબિયામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને હુથી હુમલાને કારણે બે એરપોર્ટ બંધ; એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરતા ભારતીયો માટે એલર્ટ જારી : સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને કરાયેલા હુમલા બાદ સુરક્ષા કારણોસર ઉડાનો સ્થગિત કરવામાં આવી છે અને ભારતીય દૂતાવાસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે9:01 PM IST
મુંબઈની પરિવહન વ્યવસ્થામાં મોટું સીમાચિહ્ન: એક્વા મેટ્રો લાઈને એક જ વર્ષમાં 7 કરોડથી વધુ મુસાફરો સાથે નવો રેકોર્ડ બનાવ્યો : મુંબઈના પ્રથમ ભૂગર્ભ મેટ્રો કોરિડોરે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જ્યાં દૈનિક લાખો મુસાફરોની અવરજવર વચ્ચે 'ટાઈમ કેપ્સ્યુલ' અને 'પાસપોર્ટ ટ્રેઈલ' જેવી વિશેષ પહેલ શરૂ કરવામાં આવશે8:47 PM IST
નાણાકીય કટોકટી વચ્ચે પાકિસ્તાનનો મોટો દાવ: IMF ની તિજોરી પર મંજૂરી મેળવવા મરિયમ કયાનીની કરી નિમણૂક! : વડાપ્રધાન શાહબાઝ શરીફે BS-20 ગ્રેડના સિનિયર મહિલા અધિકારી મરિયમ કયાનીને વોશિંગ્ટન ડીસીમાં IMF એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર બનાવ્યા : કંગાળ પાકિસ્તાનને કરોડો ડોલરની લોન અપાવવામાં ભજવશે મુખ્ય ભૂમિકા8:16 PM IST
સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓનો પ્રચંડ મિસાઇલ હુમલો: કિંગ ખાલિદ એરપોર્ટ બંધ : એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી પરત ફરી! : રિયાધ અને અભા એરપોર્ટ પર ભયાનક ધમાકામાં ૧ નું મોત અને ૮ ઘાયલ : એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ૧૦ ઓક્ટોબર સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી : ભારતે નાગરિકો પરના હુમલાની સખત શબ્દોમાં કરી નિંદા8:15 PM IST
લગ્ન કરવાનો ઇનકાર કે બ્રેકઅપ આત્મહત્યા માટેની ઉશ્કેરણી નથી: સુપ્રીમ કોર્ટનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો : તેલંગાણાના કેસમાં ૬ આરોપીઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ : જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું- 'દરેક વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં અલગ રીતે પ્રતિક્રિયા આપે છે, ઈરાદો સાબિત થવો જરૂરી'8:13 PM IST
વિમાન ઈંધણ (ATF) ના ભાવમાં ભડકો થતાં એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને આકાસા એર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો : આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન ઈંધણના ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને કારણે વિવિધ એરલાઈન્સે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે નવા ફ્યુઅલ ચાર્જ લાગુ કર્યા છે, જેનાથી મુસાફરી મોંઘી બનશે8:07 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની નજર 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર પર: સમિતિ પોતાના જેવા લોકોને સન્માનિત કરશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરી : અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો ઉકેલવાના પ્રયાસો બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે હકદાર છે, જ્યારે વૈશ્વિક સ્તરે યુક્રેન અને ઈરાન જેવા ગંભીર મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે7:48 PM IST
૧૬ વર્ષની વયે અદ્ભુત સિદ્ધિ: બેલ્જિયમના પ્રતિભાશાળી યુવાને ૧૫ વર્ષની ઉંમરે પીએચડી પૂર્ણ કર્યા બાદ હવે બીજી પીએચડી મેળવવાની શરૂ કરી તૈયારી : ક્વોન્ટમ ફિઝિક્સમાં સફળતા મેળવ્યા બાદ લોરેન્ટ સિમોન્સ હવે મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા માનવ આયુષ્ય અને સ્વાસ્થ્યના રહસ્યો ઉકેલવા તરફ અગ્રેસર6:51 PM IST
મુંબઈના પોશ વિસ્તારમાંથી ૨૬ લાખની હાઇટેક ચોરી: તાળું કે દરવાજો તોડ્યા વિના ફ્લેટમાંથી સોના-હીરાના દાગીના ગાયબ થતાં પોલીસ ચોંકી ઉઠી : પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં ૧૭મા માળે બનેલી ઘટના; સોનાના સિક્કા, રોકડ અને કિંમતી ઘરેણાં રહસ્યમય રીતે ગાયબ થતાં પોલીસ દ્વારા નોકરાણી અને સીસીટીવી ફૂટેજની સઘન તપાસ શરૂ6:39 PM IST
ઇથોપિયામાં સુરક્ષાનું એલર્ટ: યુએસ દૂતાવાસે લાંબા અંતરના સંભવિત હુમલાઓની ચેતવણી આપીને નાગરિકોને અફાર અને ટિગ્રે જેવા અશાંત વિસ્તારોથી દૂર રહેવા કરી અપીલ : આદિસ અબાબામાં સ્થિતિ સ્થિર હોવા છતાં લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને હુમલા થવાની આશંકા વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે જારી કરી કડક માર્ગદર્શિકા6:30 PM IST
ભારતીય ટેક સેક્ટરમાં ૧.૨૩ લાખ નોકરીઓ સાથે મોટો ઉછાળો: અનુભવીઓ માટે સુવર્ણકાળ : પરંતુ ફ્રેશર્સ માટે સંઘર્ષ યથાવત : Xpheno ના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં ટેક જોબ્સ ૧૮ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી : ૧ લાખથી વધુ નોકરીઓમાં 'વર્ક ફ્રોમ ઓફિસ' ફરજિયાત અને ટાયર-૨, ટાયર-૩ શહેરોમાં ૬૭% નો રેકોર્ડ ગ્રોથ6:20 PM IST
મેં આઠ યુદ્ધોનો અંત લાવ્યોઃ જે બીજું કોઈ કરી શક્યું નથી : ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં જ પોતાનો દાવો રજૂ કર્યો : ટ્રમ્પે ફરી એકવાર સંકેત આપ્યો છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માંગે છે શાંતિ સ્થાપિત કરવાના તેમના પ્રયાસો પૂરા થયા નથી અને તેઓ ટૂંક સમયમાં બીજા સંઘર્ષનો અંત લાવી શકે છે10:25 AM IST
અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની સોનેરી ભેટ : રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’નું નિર્માણ શરૂ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શનમાં ૩૦૮ બેડની ક્ષમતા અને ૮૬૪ સીટિંગ કેપેસિટીવાળા વિશાળ હોલ સાથેનું અત્યાધુનિક સંકુલ આગામી એક વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે10:18 AM IST
અભિનેતા નાના પાટેકરના અવસાન પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું ઊંડું દુઃખ: 'પોતાની આગવી શૈલીના ક્રાંતિકારી અને અસાધારણ કલાકાર' ગણાવી આપી ભાવભીની શ્રદ્ધાંજલિ : ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના હૃદયરોગના હુમલાથી થયેલા આકસ્મિક અવસાન બાદ PM મોદીએ 'ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ'ના મંચ પરથી તેમના સરાહનીય પ્રદાન અને સામાજિક યોગદાનને બિરદાવ્યું5:50 PM IST
આકાશ અંબાણીનો પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા ભાવ: 'IMC 2026'માં જિયોએ રજૂ કર્યું ૧૬૦૦ સેટેલાઇટનું મોડેલ, PM મોદીના વિઝનથી પ્રેરિત થઈ ટેકનોલોજી ક્રિએટર બનવાની દિશામાં આગળ વધતી કંપની : જિયોના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આકાશ અંબાણીએ પ્રધાનમંત્રીના ડિજિટલ વિઝનને બિરદાવ્યું, દેશના ખૂણે-ખૂણે સેટેલાઇટ કનેક્ટિવિટી પહોંચાડવા માટે ૨૩ ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત5:43 PM IST
નાના પાટેકરના પત્ની નિલકંતી કોણ છે? ૩૫ વર્ષથી અલગ રહેવા છતાં છૂટાછેડા ન લેવા પાછળનું અસલી કારણ આવ્યું સામે : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના દુઃખદ નિધન બાદ તેમની અંગત જિંદગી અને પત્ની નિલકંતી પાટેકર સાથેના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું છે; બંને લાંબા સમયથી અલગ રહેવા છતાં કાયદાકીય રીતે છૂટાછેડા લીધા નહોતા.5:13 PM IST
ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર: ગઠબંધને ૬.૫ લાખ સ્થળાંતર કરનારાઓને ઘટાડવાની યોજના બનાવી : ઓસ્ટ્રેલિયન વિપક્ષી ગઠબંધને ૪ વર્ષમાં કામચલાઉ સ્થળાંતર કરનારાઓની સંખ્યા મર્યાદિત કરવા કડક વિઝા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો; ડિપેન્ડન્ટ વિઝા અને વર્ક અવર્સ પર લાગશે કડક પ્રતિબંધો.4:43 PM IST
ક્રૂડ ઓઈલના ભડાકાથી શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1,045 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી વર્ષના સૌથી નીચલા સ્તરે ગગડ્યો: સેન્સેક્સ ૭૧,૫૯૩.૨૪ ની સપાટી પર, જ્યારે નિફ્ટી ૨૨,૨૩૧.૮૦ ના સ્તરે બંધ : બ્રેન્ટ ક્રૂડ $104 વટાવતા ફુગાવાની ચિંતા વધી; વિદેશી ભંડોળના આઉટફ્લો અને રોકાણકારોની ભારે વેચવાલીથી બજારમાં હાહાકાર મચી ગયો.4:42 PM IST
ઝેબ્રા ક્રોસિંગ અને પોસ્ટર પેઇન્ટિંગથી કારકિર્દીની શરૂઆત કરનાર ક્રાંતિકારી કલાકાર નાના પાટેકરના અવસાનથી દેશભરમાં શોકની કાલીમા છવાઈ; ૩ નેશનલ એવોર્ડ સાથે મેળવી હતી અવિસ્મરણીય સફળતા : દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે નિધન: શૂન્યમાંથી સર્જન કરી બોલિવૂડ અને સમાજસેવામાં રચ્યો અનોખો ઇતિહાસ 4:41 PM IST
ડિજિટલ ક્રાંતિથી લાખોની બચતઃ ‘જેની ફ્રીની કમાણી બંધ થઈ ગઈ એ મોદીને પ્રેમ કરશે?': પીએમ મોદીનો તીખો સવાલ : દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ૧૦મા સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, ડીબીટી યોજનાથી રૂ.૫ લાખ કરોડની બચત થયાનો ખુલાસો : મોબાઇલ ફોન હવે માત્ર વાતચીતનું સાધન નહીં, પરંતુ સુશાસન અને પારદર્શિતાનું મુખ્ય માધ્યમ બન્યા હોવાનું પીએમએ જણાવ્યું3:00 PM IST
હવે પાઠયપુસ્તકમાં ભણાવાશે પાપડથી પાંચ સિતારા હોટલ સુધીની સફર : NCERTનાં ધોરણ-૧૦નાં પુસ્તકમાં સ્ટાર્ટઅપનું સ્પેશિયલ ચેપ્ટર : કેન્દ્ર સરકારનો નવો પ્રયોગઃ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ઉદ્યોગ સાહસિકતાના બીજ રોપવાનો સંકલ્પ : સાત મહિલાઓ અને ૮૦ રૂપિયાથી શરૂ થયેલી લિજ્જત પાપડ અને ૫૦ રૂપિયાના પગારથી કરોડોની હોટલ ચેઈન બનાવનારા ઓબેરોયની કહાની બની અભ્યાસક્રમનો ભાગ9:56 AM IST
હરીશ રાવતનું વલણ નરમ પડ્યું ! : હાઈકમાન્ડની કડકાઈ બાદ નવ આભાર યાત્રાઓ મુલતવી રખાઈ : . ઉત્તરાખંડ કોંગ્રેસમાં વિવાદ વચ્ચે હરીશ રાવતે તેમના નવ પ્રસ્તાવિત આભાર યાત્રાઓ અને જાહેર સંવાદ યાત્રાઓ મુલતવી રાખી:રાજ્ય પ્રભારી કુમારી શેલજાએ વાંધો ઉઠાવ્યો અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો 11:38 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....9:51 AM IST

સફળતાની ઉજવણી

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સૌજન્ય મુલાકાત

ન્યાયની માંગ.....

વાયુસેના દિવસની ઉજવણી

શોભાયાત્રા
અકિલા સોશ્યિલ મીડિયાઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં, જાણીજોઈને થયેલી ભૂલચૂક માફ નહીં થાય : માર્ગ-મકાન વિભાગની પ્રથમ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કડક વલણ : 'વિકસિત ગુજરાત ૨૦૪૭'ના લક્ષ્યાંક સાથે ગાંધીનગરમાં દ્વિદિવસીય શિબિરનો પ્રારંભ : ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને સોશિયલ કનેક્ટિવિટી મજબૂત કરવા અધિકારીઓને આહવાન : બિલ્ડીંગ હેલ્થ મોનિટરિંગ અને બ્રિજ એસેટ મેનેજમેન્ટ પુસ્તિકાઓનું વિમોચન કરાયું3:04 PM IST
ગુજરાતમાં પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટે વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ : વર્ગદીઠ બેઠકો ૫૦ના બદલે ૬૨ કરાઈ : પ્રથમ વખત EWS તથા દિવ્યાંગો માટે અનામત જાહેર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ શિક્ષકો તૈયાર કરવા મહત્વના સુધારા જાહેર કર્યા : ધોરણ-૧૨માં ૫૦ ટકા ગુણની પાત્રતા રહેશે : અનામત વર્ગોને ૫ ટકાની છૂટ મળશે10:10 AM IST
કરજણ અને સુરતમાં ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની લાલ આંખ : ૪ પેઢીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૪૨.૬ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો : બે પેઢીના પરવાના કાયમી ધોરણે રદ, ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘આયુર્વેદિક’ના નામે એલોપેથિક દવા વેચતા તત્વો સામે પણ કડક પગલાં : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચીમકી1:20 PM IST
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરતા જગદીશભાઈ વિશ્વકર્મા : વડનગરથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત સેવા યાત્રા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા, વિશ્વાસ અને નવી ઊર્જાનો સ્ત્રોત બની છે: જગદીશભાઈ વિશ્વકર્મા7:09 PM IST
ગુજરાતના શિક્ષણ સેવા વર્ગ-2 માં મોટા પાયે બદલી: 63 અધિકારીઓની બદલીનો આદેશ : GCERT, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ સહિત અનેક જગ્યાએ ફેરબદલ : ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વ.શા.) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની વહીવટી અનુકૂળતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી બદલી : તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ 4:25 PM IST
નવરાત્રી, દીપોત્સવી તહેવારો માટે ગુજરાતભરમાં સુરક્ષા કવચ મજબૂત બનાવવા કવાયત : પોલિસ તંત્ર અને BSFનો બહોળો અનુભવ ધરાવતા મુખ્ય પોલિસ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક અને લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયનની આગોતરી તૈયારીઓ માટે હાઈલેવલની બેઠકમાં રણનીતિ ઘડી નવરાત્રીના જાહેર આયોજન, નિયમોના ચુસ્ત પાલન માટે સક્રિયઃ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ, ક્રાઇમ બ્રાન્ચ હિસ્ટ્રીશીટરો પર બાજનજર રાખશેઃ આંગડિયા પેઢીઓ, સોની બજાર વિગેરેમાં ફૂટ પેટ્રોલિંગ થશે અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર, સુરત ઇન્ચાર્જ સીપી વાંબાગ જમીર, અને રાજકોટ સીપી બ્રાજેશ ઝા ટીમ દ્વારા આખરી ઓપ આપવા ધમધમાટ10:58 AM IST
ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વોર્ડ નં -3 , 6.અને 9ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે : વિશ્વકર્માએ આ પ્રસંગે વોર્ડના આગેવાનો, બુથ પ્રમુખશ્રીઓ તથા શક્તિકેદ્ર સંયોજકઓ સાથે બુથ સ્તરની માઇક્રો પ્લાનિંગ સાથેની કામગીરી, બુથ વ્યવસ્થાપન, જનસંપર્ક સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપ્યું1:08 PM IST
સુરતની નવી સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાતના જ નહી પાડોશી રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે વરદાન સાબિત : મહારાષ્ટ્રના ખેડૂતના થાપાની નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી : ખાનગી હોસ્પિટલોમાં અઢીથી ત્રણ લાખના ખર્ચે થતી સર્જરી નવી સિવિલમાં વિનામૂલ્યે કરાઈ : દોઢ કલાક સુધી જટિલ સર્જરી કરીને થાપાનો ગોળો સૂકાઈ જવાની ગંભીર બીમારીથી પીડાતા ખેડૂતને અસહ્ય દુ:ખાવાથી છૂટકારો અપાવતા નવી સિવિલના કુશળ તબીબો2:21 PM IST
૬.૧૮ કરોડની ઠગાઇમાં ગરનાળાની કામ્યા ટેક્ષટાઇલના સંચાલક દંપતિ પોલીસના સકંજામાં : રણછોડનગરમાં રહેતાં રૈયારાજ એન્ડ કંપનીના માલિક દ્વારા બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી : નાના મવા રોડ પર રહેતાં દિવ્યેશ સાવાલીયા અને તેના પત્નિ નિલમબેને પોતાની પેઢીમાં રોકાણ પર ૨ થી ૩ ટકા વળતર અને શેરની લાલચ આપી છેતરપીંડી કર્યાનો આરોપ હતોઃ તાજેતરમાં આગોતરા અરજી રદ થઇ હતીઃ પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં વિશેષ કાર્યવાહી2:44 PM IST
ફેસબૂક પર આવેલી એડ જોઇ સસ્તામાં આઇફોન ખરીદવા અમદાવાદ ગયેલા રાજકોટના રાહુલ સાથે ૭૫૫૦૦ની ઠગાઇ : જીગર નામના શખ્સે ફોન જોવા રૂબરૂ અમદાવાદ બોલાવ્યા પછી પાર્થ નામના શખ્સને ફોન સાથે મોકલ્યોઃ નાણા જીગરે ઓનલાઇન મેળવી પાર્થને ટ્રાન્સફર ન કરતાં પાર્થ ફોન લઇને જતો રહ્યોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો2:26 PM IST
લગ્નના બે મહિનામાં જ સાસુએ કહ્યું-તારા બાપના ઘરે જા, અહિ તારું કંઇ કામ નથી! : પતિએ સગર્ભાવસ્થામાં પણ મારકુટ કરીઃ એક વખત તો ઢીકાપાટુ મારી બટકા ભરી લીધા'તાઃ તે ધમકાવતો કે તારા માવતરને વાત કરીશ તો છુટાછેડા લઇ લઇશ ટંકારાના ધુનડામાં સાસરૂ ધરાવતાં અને હાલ રાજકોટ માવતરે રહેતાં માયાબેનની પતિ બ્રિજેશ બરાસરા તથા સાસુ શારદાબેન બરાસરા વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો2:24 PM IST
ભારતીય સિનેમાના હસ્તાક્ષર ઍવા વૈવિધ્યસભર અભિનેતા હતા નાના પાટેકર : * ‘‘નાના'' નામ તેમને માતાની એક સહેલીએ બાળપણમાં પ્રેમથી આપ્યું હતું * નાના ના લગ્ન નિલકાંતી સાથે માત્ર ૭૫૦ રૂપિયા ખર્ચમાં થયા હતા. * નાના પાટેકરે ૫૬ વર્ષની ઉંમરે ધૂમ્રપાન છોડી દીધું ત્યાં સુધી તેઓ ચેઇન સ્મોકર હતા. * ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં મેજર તરીકે સેવા આપી હતી. * નાના પાટેકરના માતૃપક્ષના કઝિન મન્યા સુર્વે પ્રખ્યાત ગેંગસ્ટર હતા જેમના પર અગ્નિપથ અને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આધારિત છે. * તેઓ મુંબઈમાં ૭૫૦ ચોરસ ફૂટના ૧ બીએચકે જૂના ફલેટમાં માતા સાથે રહેતા. તેઓ ખૂબ સારા કૂક (રસોઇયા) પણ હતા. * તેઓ પાત્રને માત્ર સંવાદો દ્વારા નહીં પરંતુ આંખો, અવાજ, શરીરની ભાષા અને ભાવનાથી જીવંત બનાવતા. * ક્રિકેટના પણ ખૂબ મોટા ચાહક હતા. વિરાટ કોહલી વહેલો આઉટ થઈ જાય તો તેઓ જમતા નહીં2:49 PM IST
જંગલેશ્વરની હત્યામાં રાજકોટ-ગોવાથી ૬ આરોપી ઝડપાયાઃ મુર્ગા ગેંગના શાહનવાઝ સહિતનાને ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન : જુઓ વિડીયો : હત્યા થઇ એ પહેલા દાનીશને જુનાગઢીએ પથ્થર ફટકારી લોહી કાઢતાં ખાર રાખી દાનીશે મિત્રોને બોલાવી હુમલો કર્યો હતો ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમની કાર્યવાહીઃ બે આરોપીને ક્રાઇમ બ્રાંચ ગોવાથી પકડી લાવીઃ કાર્યવાહી બાદ તમામને કોર્ટહવાલે કરવા તજવીજઃ હજુ એક આરોપી રીયાઝની શોધખોળ2:27 PM IST
રઘુપતિ રાઘવ રાજા રામ : ભજનથી રાષ્ટ્રની પ્રાર્થના સુધીની ઐતિહાસિક સફર : * ગાંધીજી પહેલાંની કે ગાંધીજીની રામધૂન? *ભજનની રચના, ‘ઈશ્વર-અલ્લાહ' પંક્તિ અને ગાંધીજીની પ્રાર્થના સભાઓ સાથે જોડાયેલો રસપ્રદ ઇતિહાસ * એવું માનવામાં આવે છે કે તે સંત તુલસીદાસ દ્વારા લખાયેલું છે અથવા મરાઠી સંત-કવિ રામદાસ દ્વારા ગવાયેલી ૧૭મી સદીની પ્રાર્થના પર આધારિત છે અથવા લક્ષ્મણાચાર્યને આભારી નામ રામાયણ માંથી લેવામાં આવ્યું હોવાનો દાવો છે ઈ.સ. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહ આ ભજન ગવાયું હતું * કાશ્મીરમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા પણ વિરોધ થયેલો મૂળ સંસ્કરણઃ ઇતિહાસકાર અને સંગીતકાર દ્વારા ભજનનું મૂળ સંસ્કરણ નીચે મુજબ આપેલું છે. રઘુપતિ રાવઘવ રાજારામ, પતિત પાવન સીતારામ સુંદર વિગ્રહ મેઘાશ્યામ, ગંગા તુલ્સી શાલીગ્રામ ભદ્રગિરીશ્વર સીતારામ, ભજત-જનપ્રિય સીતારામ જાનકીરમણા સીતારામ, જયજય રાઘવ સીતારામ જ્યારે ગાંધીજી દ્વારા આ ગીતને વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું અને તેઓ અને તેમના અનુયાયીઓ દ્વારા તેઓએ ૨૪૧ માઇલ લાંબી દાંડી કુચ દરમિયાન ગવાયું હતું જે આ મુજબ છે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તૂ સીતારામ. ઇશ્વર, અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. રામ, રહિમ, કરીમ સમાન, હમ સબ હૈ ઉસકી સંતાન. સબ મિલા માંગે યહ વરદાન, હમારા રહે માનવ જ્ઞાન. : ‘રઘુપતિ રાઘવ રાજા રામ’3:30 PM IST
કટારિયા ચોકડીના ડાયવર્ઝન વચ્ચે નવરાત્રીનો ટ્રાફિક પડકાર નિવારવા કોંગ્રેસની રજૂઆત : રોહિતસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ટ્રાફિક DCPને રૂબરૂ મળ્યાઃ કટારિયા ચોકડીના ડાયવર્ઝન વચ્ચે હજારો વાહનોના સંભવિત ધસારાને લઈ આગોતરા ટ્રાફિક આયોજન, પાર્કિંગ અને વધારાના ટ્રાફિક પોલીસની તૈનાતી અંગે રજૂઆત : કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર એકસાથે અંદાજે ૧૦,૦૦૦ ફોર-વ્હીલર-ટુ-વ્હીલરનો પ્રવાહ રહે તેવી શકયતાઃ ડાયવર્ઝન રૂટ પર પાર્કિંગથી લઈને વન-વે સુધીની વ્યવસ્થા અત્યારથી નક્કી કરવા રજૂઆત3:42 PM IST
નરેન્દ્રભાઈ સાથે રાજકોટનો આત્મીય નાતો1:41 PM IST
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પ્રજવલીત સનાતન હિન્દુ ધર્મની જયોત, મહામૂલ્ય માનવસેવા, રાષ્ટ્રીય ઉત્થાન, શિક્ષણ સેવા મહાયજ્ઞની સદીની ભવ્ય અને જાજરમાન ઝલક : પ માર્ચ ર૦ર૭ના દિવસે રામકૃષ્ણ આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પુર્ણ થશે : ર૮ ફેબ્રુઆરીથી પ માર્ચ દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે : આ ભવ્ય ઉત્સવમાં તન-મન-ધનથી સાથ સહકાર આપવા અધ્યક્ષશ્રી સ્વામી નિખીલેશ્વરાનંદજીની અપીલ2:12 PM IST
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬: જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સેવા સેતુ અને માર્ગદર્શન સેમિનાર યોજાયા : જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે ગ્રામજનોના આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતની ૧,૩૩૩ અરજીઓનો સ્થળ પર નિકાલ: પોરબંદર ખાતે MSME ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ના પ્રોત્સાહનો અંગે વિશેષ સેમિનારનું આયોજન6:58 PM IST
વાંકાનેરના ખાનપરમાં વૃધ્ધ સગરામભાઇને ૮ જણાએ પતાવી દીધા : ૨૦ વર્ષની પોત્રી હેતલના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પણ ચાર મહિના પહેલા તે ખાનપરના દેવાભાઇના દિકરા કિશન મકવાણા સાથે પકડાતાં બે મહિના પહેલા છુટાછેડા કર્યા હતાં: ગઇકાલે સવારે કિશન તેણીને ભગાડી ગયા બાદ રાતે દાદા સગરામભાઇ સહિતના પૃછા કરવા દેવાભાઇના ઘરે જતાં હુમલો થયોઃ હત્યાથી સરવૈયા-કોળી પરિવારમાં કલ્પાંત : દેવા મકવાણા, કિરણ દેવા, વિપુલ દેવા, રાજુ છના, મનસુખ છના, ભરત મનસુખ, વિરમ મનસુખ અને જેમા સોમાએ લાકડી-ધોકા-કડાથી હુમલો કર્યોઃ વૃધ્ધે રાજકોટમાં દમ તોડયોઃ દિકરા હેમાભાઇ સરવૈયાની ફરિયાદ પરથી પીઆઇ બી. વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલાએ ગુનો નોંધ્યોઃ હુમલામાં ત્રણને ઇજા10:55 AM IST
‘‘નભઃ સ્પૃશં દીપ્તમ્'' આકાશની સરહદોના અડીખમ રક્ષક ભારતીય વાયુસેનાની ૯૪ વર્ષની શૌર્ય, શક્તિ અને સમર્પણની ગૌરવગાથા : આજે ૮ ઓક્ટોબરઃ ભારતીય વાયુસેના દિવસ જ્યાં આકાશની સરહદ પૂરી થાય, ત્યાંથી શરૂ થાય ભારતીય વાયુસેનાની શૌર્યગાથા ગર્જતા વિમાનો, અડગ હિંમત અને અવિરત રાષ્ટ્રસેવા આકાશ પર ભારતનો અડીખમ પહેરોઃ રાફેલથી તેજસ સુધી, શૌર્યથી સ્વદેશી શક્તિ સુધી ભારતીય વાયુસેના11:50 AM IST
સૈનિક સ્કૂલ બાલાચડી-જામનગર ખાતે ૯૪મો ભારતીય વાયુસેના દિવસ દેશભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો : ‘શૌર્ય સ્તંભ’ ખાતે પુષ્પાંજલિ અર્પણ : કેડેટ્સ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા પ્રેરણાદાયી વિડિયો દ્વારા ભારતીય વાયુસેનાનો ઇતિહાસ, ઉદ્ભવ, વિકાસ અને મહત્વ રજૂ કરાયુ : ભારતીય વાયુસેનાના વિવિધ ફાઈટર એરક્રાફ્ટ તેમજ દેશની સુરક્ષા માટેના મહત્વપૂર્ણ ઓપરેશન્સ અંગે માહિતી અપાઈ3:10 PM IST
જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯ માં ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો ભક્તિમય માહોલમાં મંગલ પ્રારંભ : કાલે નગરભ્રમણ કરતી ભવ્ય શોભાયાત્રા નીકળશે : દેશ-વિદેશમાંથી પધારેલા હજારો 'સુંદરસાથજી' તથા ભક્તોથી 'શ્રી ૫ નવતનપુરીધામ' ભક્તિરસમાં લીન : મહોત્સવના પ્રારંભે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, મહંત શ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી 108 દીવ્યચૈતન્યજી મહારાજ, શ્રી 108 ચંદનસૌરભજી મહારાજ, શ્રી 108 સુરેન્દ્રજી મહારાજ, શ્રી 108 હરિહરાનંદજી મહારાજ ઉપરાંત સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય 2:20 PM IST
વિસાવદર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો સમેટાયોઃ દરખાસ્ત પાછી ખેંચાઈ :મોવડી મંડળનો આદેશ શિરોમાન્ય : જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અરવિંદભાઇ રૈયાણી, ચંદુભાઈ મકવાણા તથા કિરીટભાઈ પટેલ સાથે ભાજપના ૨૧ સભ્યોની બેઠક યોજાઇ અને તમામ પ્રશ્નો ઉકેલાતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું..!!12:55 PM IST
અમેરિકાની ધરતી પરથી મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયાને હચમચાવી નાખતો અને રોબોટિક ક્રાંતિનો કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો મહા-ભાંડો ફોડઃ અમેરિકાના યુટાહ (Utah) રાજ્યમાં હવે અસલી ડૉક્ટર નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભયાનક એન્ટ્રી થઈ ગઈ છે, જે જાતે જ દર્દીઓની તપાસ કરીને ધાડેધાડા પ્રિસ્ક્રિપ્શન (દવાઓની ચિઠ્ઠી) લખી આપશે જેને જોઈને આખા અમેરિકા અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે : માનવ તબીબોની નોકરી પર તલવાર લટકાવી દેતી અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ટેક્નોલોજીનો સીધો ખેલ રમાતી આ અતિ-ખતરનાક, આધુનિક અને ડરામણી એઆઈ ક્રાંતિથી અમેરિકન મેડિકલ એસોસિએશન અને હેલ્થ એજન્સીઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને આખા વિશ્વમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:00 PM IST
આજના યુવાનો એટલે કે Gen Z પેઢીમાંથી સામે આવેલો અત્યંત વિસ્ફોટક, આશ્ચર્યજનક અને ડિજિટલ દુનિયાના પાયા હચમચાવી નાખતો કાનના પડદા ફાડી નાખે તેવો મહા-સનસનાટીભર્યો ભાંડો ફોડઃ આજના ફાસ્ટ અને મોર્ડન જમાનામાં દોડતા યુવાનોએ અચાનક જ નવો અતરંગ ટ્રેન્ડ અપનાવીને સ્માર્ટફોનની અલગ-અલગ એપ્સ (Apps) પાછળ પાણીની જેમ બેફામ પૈસા ખર્ચવાનું એકસામટું બંધ કરી દેતા આખા ટેક જગત અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે : ડિજિટલ સબ્સ્ક્રિપ્શન્સ અને મોંઘીદાટ એપ્સના નામે ખિસ્સા ખાલી કરતી કંપનીઓની લૂંટ સામે યુવાનોના આ અતિ-ખતરનાક, ક્રાંતિકારી અને આર્થિક બ્રેક મારવાના ખેલથી એપ ડેવલપર્સ અને સિલિકોન વેલીના અબજોપતિઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને ગુજરાતના કોલેજ કેમ્પસો સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:02 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના જન્મદિનના પાવન અવસરે જ યુક્રેન પર મિસાઇલોનો વરસાદ વરસાવતા અને લોહીની હોળી ખેલતા અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને કાનના પડદા ફાડી નાખે તેવા મહા-સંહારનો ભાંડો ફોડઃ રશિયા દ્વારા પુતિનના જન્મદિવસે જ યુક્રેન પર કરવામાં આવેલા અતિ-ઘાતક મિસાઇલ હુમલાઓમાં એકસાથે ૨૨-૨૨ નિર્દોષ નાગરિકોના મોત નીપજતા આખા વિશ્વ અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે : રશિયા અને યુક્રેન યુદ્ધની આગમાં વધુ એકવાર નિર્દોષોના ભોગ લેવાતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી જવાથી અમેરિકા, નાટો અને વૈશ્વિક સુરક્ષા એજન્સીઓના ઉડી ગયા હોશઃ યુક્રેનથી લઈને આખા વિશ્વમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:00 PM IST
અમેરિકાની ધરતી પરથી વિઝાના નિયમો કડક બનાવતા અને ગુજરાતીઓ સહીત લાખો વિદેશી પ્રોફેશનલ્સની ઊંઘ હરામ કરી દેતા અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને કાનના પડદા ફાડી નાખે તેવા મહા-સનસનાટીભર્યા ભાંડો ફોડઃ ટ્રમ્પ સરકાર દ્વારા એચ-૧બી વિઝા ફ્રોડ અને ગેરરીતિઓ સામે લાલ આંખ કરીને તેની પેનલ્ટી સીધી વધારીને આશ્ચર્યજનક રીતે ૨.૫૦ લાખ ડોલર કરી દેવામાં આવતા આખા અમેરિકા અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે : વિઝાના નામે ગોલમાલ કરતા એજન્ટો અને કંપનીઓની ખેર નહીં, ટ્રમ્પના આ અતિકઠોર, ખતરનાક અને હાઈ-વોલ્ટેજ વગાડેલા ડંકાથી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) અને વ્હાઈટ હાઉસના અધિકારીઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:01 PM IST
ટેક્નોલોજીની દુનિયા અને વૈશ્વિક બિઝનેસ જગતમાં ભૂકંપ સર્જી દેતો, દિગ્ગજોના હોશ ઉડાડી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો મહા-ભાંડો ફોડઃ દુનિયાના સૌથી અમીર અને ટેસ્લા-એલોન મસ્કે ભારત સરકાર સામે અત્યંત ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો છે કે ભારતના જ કેટલાક સ્વાર્થી અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ તેમની સેટેલાઈટ ઇન્ટરનેટ કંપની 'સ્ટારલિન્ક' ને ભારતમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે, જ્યારે સામે પક્ષે ભારતે પણ પલટવાર કરીને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે આપણા દેશના નિયમો એકદમ નિષ્પક્ષ અને પારદર્શક છે, જેને જોઈને આખા ભારત અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે : સ્પેસ એજન્સીઓ અને અબજોપતિઓની લડાઈમાં સેટેલાઈટ યુદ્ધ છેડાઈ જવાથી અને ભારત સરકારના આ કડક વલણથી ગ્લોબલ ટેક જાયન્ટ્સ અને વ્હાઈટ હાઉસના અધિકારીઓના ઉડી ગયા હોશઃ દિલ્હીથી લઈને ગુજરાતના આઈટી કોરિડોર સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:02 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આંખોમાં આંસુ... પગમાં જાદુ, મેસીની ‘લાસ્ટ ડાન્સ'માં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત : ૮૫ હજારથી વધુ ચાહકોની હાજરીમાં ‘લેજન્ડ'ને સલામ, મેસીના અંતિમ મુકાબલામાં ભાવુક બન્યું સમગ્ર મોન્યુમેન્ટલ સ્ટેડિયમ : બેનિન સામે ૩-૦ની જીત સાથે ૨૧ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદાઃ છેલ્લી મેચમાં મેસીનો એક ગોલ અને બે આસિસ્ટ2:13 PM IST
અભિનેતા નાના પાટેકર ફિલ્મી દુનિયામાંથી અણધારી 'એક્ઝિટ' નહીં લે પરંતુ આગામી સમયમાં શાનદાર પ્રોજેક્ટ્સ સાથે ધમાકેદાર વાપસી કરશે : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની સફર અટકી નથી રહી, પરંતુ તેઓ આગામી સમયમાં હોરર-કોમેડીથી લઈને મર્ડર મિસ્ટ્રી જેવી અનેક બિગ બજેટ ફિલ્મોમાં અલગ-અલગ અંદાજમાં નજરે પડશે8:27 PM IST
યુવા એડવોકેટ નરેશ ડાંગરનો આજે જન્મદિન1:21 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































