<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પર પુરુષ સાથે પત્નીના આડા સંબંધના વ્હેમએ પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આડા સંબંધના વ્હેમ બાબતે દંપતી વચ્ચે બોલાચાલી બાદ પત્ની પિયર ચાલી જતા પતિને મનમાં લાગી આવતાં ફાંસો ખાધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બનેલી ઘટનામાં પતિએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે

     મળતી માહિતી અનુસાર મરજનાર વિજયભાઈ કૃષ્ણભાઈ પાડવી (ઉવ.આ.૨૯) ( રહે.ઉમાન, મંદિર ફળીયુ. તા.સાગબારા, જીલ્લો-નર્મદા )નાઓની પત્ની ને બીજા પુરૂષ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી જે બાબતે પતિ-પત્નિ સાથે બોલાચાલી થતા પત્ની પોતાના પીયર જતી રહેતા પતિને આ બાબત મનમાં લાગી આવતા ગઈ પોતાના ઘરમાં રસોડાના ભાગે દોરડા વડે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


 

(12:46 AM IST)