<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગુજરાત હાઇકોર્ટમાં નવા સાત ન્‍યાયધીશોની નિમણુંકને મંજુરી

રાષ્‍ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મુ દ્વારા મંજુરી મળતા હાઇકોર્ટમાં કુલ પર જજોની સ્‍ટ્રેન્‍થ સામે નવી નિમણુંકથી કુલ ૩૯ જજોની કોર્ટો કાર્યરત થશે : પેન્‍ડીંગ કેસોનો ઝડપી નિકાલ થશે

અમદાવાદ, તા., રઃ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત હાઈકોર્ટમાં ન્‍યાયાધીશ તરીકે ૭ નવા નામોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂકથી ગુજરાત હાઈકોર્ટની ન્‍યાયિક કામગીરીને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે. નવા નિયુક્‍ત ન્‍યાયાધીશોની યાદી નીચે મુજબ  ૧. શ્રી લિયાકથુસૈન શમસુદ્દીન પીરઝાદા, ૨. શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, ૩. શ્રી જયેશ લખનશીભાઈ ઓડેદરા, ૪. શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ, ૫. શ્રી મૂળચંદ ત્‍યાગી, ૬. શ્રી દીપક મનસુખલાલ વ્‍યાસ, ૭. શ્રી ઉત્‍કર્ષ ઠાકોરભાઈ દેસાઇને નિમણુંક માટે મંજુરી આપવામાં આવી છે.

આ નિમણૂકો ભારતના બંધારણની કલમ ૨૧૭ હેઠળ કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસની સલાહ લેવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. આ નવા ન્‍યાયાધીશોની નિમણૂકથી હાઈકોર્ટમાં બાકી રહેલા ન્‍યાયિક કેસોના નિકાલને વેગ મળશે અને ન્‍યાય વ્‍યવસ્‍થા વધુ સુદ્‌ઢ થશે.

નવા ન્‍યાયાધીશોની પળષ્ઠભૂમિ નિયુક્‍ત ન્‍યાયાધીશોમાંથી ઘણા ગુજરાતના જાણીતા કાનૂની નિષ્‍ણાતો અને વકીલો છે, જેમણે લાંબા સમયથી ન્‍યાયિક ક્ષેત્રે પોતાની સેવાઓ આપી છે. શ્રી લિયાકથુસૈન પીરઝાદા અને શ્રી દીપક વ્‍યાસ જેવા નામો ગુજરાતના કાનૂની વર્તુળોમાં જાણીતા છે, જ્‍યારે શ્રી મૂળચંદ ત્‍યાગી અને શ્રી રામચંદ્ર વાછાણીએ પણ પોતાની કાનૂની કુશળતા દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. યુવા ન્‍યાયાધીશો જેવા કે શ્રી પ્રણવ રાવલ અને શ્રી ઉત્‍કર્ષ દેસાઈ નવી પેઢીનું પ્રતિનિધિત્‍વ કરે છે, જે ન્‍યાય વ્‍યવસ્‍થામાં નવું જોમ લાવશે.

ગુજરાત હાઈકોર્ટની વર્તમાન સ્‍થિતિ ગુજરાત હાઈકોર્ટમાં હાલમાં ન્‍યાયાધીશોની મંજૂર થયેલી સંખ્‍યા ૫૨ છે, પરંતુ ઘણી જગ્‍યાઓ ખાલી હોવાથી ન્‍યાયિક કાર્યો પર દબાણ વધી રહ્યું હતું. આ નવી નિમણૂકો ખાલી જગ્‍યાઓ ભરવામાં મદદરૂપ થશે અને કેસોના ઝડપી નિકાલ માટે ઉપયોગી બનશે.

આ નિમણૂકો ગુજરાત હાઈકોર્ટની કાર્યક્ષમતા અને ન્‍યાયની પહોંચને વધારવા માટે એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટમાં આ નવી નિમણુંકના કારણે હાલમાં કુલ પર જજોની સ્‍ટ્રેન્‍થ સામે ૩ર ન્‍યાયમુર્તિઓ કાર્યરત છે. નવા સાત જજોનો ઉમેરો થતા હવે કુલ ૩૯ જજોની કોર્ટો કાર્યરત થશે.

(11:19 AM IST)