News of Friday, 2nd May 2025
શનિવારથી ગરમીમાં ઘટાડોઃ મંગળ થી ગુરૂ કમોસમી વરસાદ
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧ થી ૮ મે સુધીની આગાહી : આજે-કાલે તાપમાન ૪૨ થી ૪૪.૫, તા.૩-૪ મે ૪૦ થી ૪૩ અને તા.૫ થી ૮ મે ૩૮.૫ થી ૪૧.૫ ડીગ્રી રેન્જમાં રહેશેઃ શનિવારથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાત્રે અને વહેલી સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશેઃ વાતાવરણ અસ્થિર બનશે ત્યારે ૪૦ થી ૫૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાશે

રાજકોટઃ આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો જશે. આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ કરી છે.
તેઓએ જણાવેલ કે ગત આગાહી આપેલી એ મુજબ તા.૨૬ થી ૩૦ એપ્રિલ હીટવેવનો માહોલ જોવા મળશે. તે અનુસંધાને મહત્તમ તાપમાન છેલ્લા બે-ત્રણ દિવસમાં ૪૪-૪૫ની રેન્જમાં જોવા મળેલ છે. ગઈકાલે રાજ્યમાં તાપમાન નોર્મલથી બે ડીગ્રી વધુ હતું. જેમ કે રાજકોટ ૪૪.૫, ડીસા ૪૩.૫ (બન્ને નોર્મલથી ૩ ડીગ્રી ઉંચા), અમરેલી ૪૩.૮, અમદાવાદ ૪૩.૫, ગાંધીનગર ૪૩.૪, ભુજ ૪૨.૪ (આ બધા સેન્ટરો નોર્મલથી ૨ ડીગ્રી ઉંચા હતા)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧મે થી ૮મે સુધીની આગાહી કરી છે જે આ મુજબ છે. પવનની દિશા અને ગતિઃ મુખ્યત્વે પヘમિી પવનો રહેવાની શકયતા. કેટલાક દિવસોમાં વાતાવરણમાં અસ્થિરતા હોવાને કારણે પવનની દિશામાં અસ્થિરતા જોવા મળી શકે છે. પવનની ગતિઃ ૧૦-૧૫ કિ.મી., જ્યારે ઝાટકા ના પવનો ૨૦-૩૫ કિ.મી. સુધી રહેશે. વાતાવરણમાં વધુ અસ્થિરતા ધરાવતાં દિવસોમાં ઝાટકા ના પવનો ૪૦ થી ૫૦ કિ.મી. સુધી ફૂંકાશે.
ભેજની સ્થિતિઃ તા.૩ થી ૮ મે દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાત્રિ અને વહેલી સવારે ઉંચો ભેજ રહેવાની શકયતા છે.
કમોસમી વરસાદઃ તા.૬ થી ૮ મે દરમિયાન કમોસમી વરસાદ ની શકયતા છે. વિવિધ હવામાન સિસ્ટમોના પરસ્પર અસરને કારણે હાલ વરસાદ વિશે નોંધપાત્ર અનિヘતિતા છે. ફરી અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે.
આકાશની સ્થિતિઃ તા.૩ મે સુધી મુખ્યત્વે આકાશ સ્પષ્ટ રહેવાની શકયતા. ૪ અને ૫ મેના દિવસે વિખરાયેલા વાદળો જોવા મળી શકે છે.
૬ થી ૮ મે દરમિયાન વાદળ આવરણ વધશે તેવી શકયતા છે.
તાપમાનની પ્રવળત્તિઃ હાલનું સામાન્ય મહત્તમ તાપમાનઃ ગુજરાતના મોટાભાગના કેન્દ્રોઃ ૪૧.૫ ડીગ્રી, ડીસાઃ ૪૦.૭ ડીગ્રી, ભુજઃ૪૦.૧ ડીગ્રી, અમરેલીઃ ૪૨.૦ ડીગ્રી
આગાહી સમય દરમ્યાન અંદાજિત મહત્તમ તાપમાન રેન્જઃ ૧-૨ મેઃ ૪૨.૫ ડીગ્રી થી ૪૪.૫ડીગ્રી, ૩-૪ મેઃ ૪૦ડીગ્રી થી ૪૩ડીગ્રી (તાપમાનમાં ધીમો ઘટાડો) ૫-૮ મેઃ ૩૮.૫ ડીગ્રી થી ૪૧.૫ ડીગ્રી સામાન્ય કે સામાન્ય કરતાં ઓછું રહેશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
