તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 2nd May 2025
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય:પ્રસૂતાને મળશે રજા : હંગામી અને કાયમી નોકરી મહિલા કર્મીઓને લાગૂ થશે.
નોકરીમાં જોડાતા પૂર્વે રજા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન કરવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો :મહિલા કર્મી નોકરીમાં જોડાતા પહેલા પણ માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ રજાના લાભને પાત્ર હશે.

ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહિલા કર્મી નોકરીમાં જોડાતા પહેલા પણ માતૃત્વ ધારણ કર્યુ હશે તો પણ રજાના લાભને પાત્ર હશે. આ ઠરાવ 22 સપ્ટેમ્બર, 2022થી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત મુલ્કી સેવાના નિયમમાં નોકરીમાં જોડાતા પૂર્વે રજા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન કરવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મુલ્કી સેવા નિયમ મુજબ સરકારી નોકરી કરતી મહિલાઓને મેટરનિટી બેનિફિટ આપવામાં આવે છે. હવેથી નોકરીમાં જોડાતા પહેલા મહિલાએ માતૃત્વ ધારણ કર્યુ હોય તો બાળકના જન્મતારીખમાંથી 180 દિવસ બાદ કરવાના અને બાકી રહેલા દિવસનો રજા માન્ય ગણાશે. આ નિર્ણય હંગામી અને કાયમી નોકરી મહિલા કર્મીઓને લાગૂ થશે.
Maternity Benefit Act 1961 અને Maternity Benefit (Amendment) Act 2016 હેઠળ ભારતમાં મેટરનિટી લીવ 6 મહિના માટે મળવાપાત્ર છે. આ 6 મહિનાની રજા પગારના ધોરણે આપવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે મેટરનિટી લીવના પગારનો કયો ભાગ ચૂકવવામાં આવે છે અને કયો નથી?
મેટરનિટી લીવ પર જતી સ્ત્રીને સંપૂર્ણ પગાર મેળવવાનો અધિકાર છે. આ ચુકવણી મહિલાના સરેરાશ દૈનિક વેતન પર આધારિત છે. જે રજા પહેલાના ત્રણ મહિનાના સરેરાશ પગારના આધારે નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે, મહિલાને પગારના તમામ ઘટકો જેમ કે મૂળ પગાર, ઘર ભાડું ભથ્થું (HRA) અને અન્ય ભથ્થાં સહિત સંપૂર્ણ પગાર મળશે. જોકે, ઘણી કંપનીઓ ફક્ત મૂળભૂત પગાર જ આપે છે. ખાનગી ક્ષેત્રમાં શરતો સાથે મહિલાને મેટરનિટી લીવ આપવામાં આવે છે. જો નોકરીદાતા મેટરનિટી લીવ આપવામાં ઈન્કાર કરે છે, તો મહિલા કર્મી શ્રમ, રોજગાર કાયદા હેઠળ નોટિસ પાઠવી શકે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
