<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગુજરાતમાં કાલથી 8 મે સુધી માવઠાનો માહોલ : હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા

જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી : ભારે પવન પણ ફૂકાશે

અમદાવાદ તા.૨ : ગુજરાતમાં આવતીકાલ એટલે કે 3 મેથી 8 મે સુધી માવઠાનો માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ ભારે પવનો ફૂંકાઇ શકે છે.

હવામાન વિભાગ 3થી 8 મે સુધીની આગાહી

3 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

5 મે 2025ના રોજ કચ્છ, મોરબી, પાટણ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

6 મે 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

7 મે 2025ના રોજ કચ્છના મોટાભાગના સ્થળો તેમજ બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી,નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

8 મે 2025ના રોજ કચ્છના મોટાભાગના સ્થળો ઉપરાંત મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ થઇ શકે છે.તેમજ ભારે પવનો સાથે મેઘગર્જનનાની સંભાવના છે.

(4:56 PM IST)