<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

રાજકોટ ગોંડલ અમદાવાદ સહિતના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને કેરીની પુષ્કળ આવક : ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ઇસબગુલની ભારે આવક

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનો ભાવ 20 કિલોનો રૂ. 1100 થી રૂ. 2400 સુધી નોંધાયો, એટલે કે કેરીના 10 કિલોના ભાવ 550થી 1200 રૂપિયા સુધી બોલાયા , આજે 727 ક્વિન્ટલ કેરીનું વેચાણ

રાજકોટ : ગોંડલ માર્કેટયાર્ડમાં આજે ઇસબગુલની ભારે આવક થઇ છે. 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

જૂનાગઢ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનો ભાવ 20 કિલોનો રૂ. 1100 થી રૂ. 2400 સુધી નોંધાયો હતો. એટલે કે કેરીના 10 કિલોના ભાવ જોઇએ તો 550થી 1200 રૂપિયા સુધી બોલાયા છે. આજે 727 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. હાલમાં કેરીની આવક ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

[રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

 શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

      રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં આગામી 3થી 11 મે સુધી પ્રિમોનસૂનનો વરસાદ થઈ છે. ત્યારે અમદાવાદના ફ્રુટ માર્કેટમાં વિવિધ રાજ્યની કેરીમાં 10થી 20 ટકાનો ભાવ વધારો થયો છે.

મળતી માહિતી મુજબ, આ વખતે રાજ્યમાં કેરીનું ઉત્પાદન ઓછું થયું છે. જેને લીધે અમદાવાદના ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક ઓછી થઈ રહી છે. અમદાવાદમાં કેસર કેરીના 10 કિલોના બોક્સની 1 હજારથી 2 હજાર રૂપિયા કિંમત છે. રત્નાગીરી હાફુસ કેરી એક ડઝન 300થી 600 રૂપિયામાં મળી રહી છે. તો તોતા કેરી એક કિલો 60 રૂપિયા, સુંદરી કેરી 80 રૂપિયા કિલો અને બદામ કેરી 80 રૂપિયા કિલોએ વેચાઈ રહી છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં હાફૂસ, કેસર અને રાજાપુરી કેરીની આવક થઇ, વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

(5:09 PM IST)