News of Friday, 2nd May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા સુધી બોલાયો : જાણો 13 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 220.74 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 220.74 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3400 રૂ. અને નીચો ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પોરબંદરમાં 3200 રૂ., અમદાવાદમાં 2800 રૂ., દાહોદમાં 2400 રૂ., વઢવાણમાં 2200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 75 રૂ.થી 180 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 220.74 ટન લીંબુની આવક થઇ છે.


(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
