News of Friday, 2nd May 2025
ડેડીયાપાડામાં મહિલાને ડાકણ કહી મારવાના કિસ્સા માં મહિલાએ 181 અભયમ ટીમની મદદ માંગી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાંથી મહિલાનો 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ આવેલ અને જણાવેલ કે ગામના એક પરિવારના સભ્યોએ મને ઘરે બોલાવી ડાકણ કહી મારઝૂડ કરવાની કોશિશ કરી હોવાથી મારા બચાવ માટે 181 ની મદદ મોકલોત્યારબાદ 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી જયા સામે વાળા પુરુષ ઘરે હાજર ન હોય તેઓ દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા, તેથી 181 ટીમે તેમને કોલ કરી ઘરે બોલાવેલ, ઘરે આવ્યા બાદ તેમણે જણાવ્યું કે ગઈ નવરાત્રી દરમિયાન આ મહિલા મારા દીકરાને નદીમાં નવડાવવા માટે લઇ ગયેલ અને કંઈક વિધિ કરતા હતાં, તેમ છોકરાએ જણાવ્યું, વધુ તપાસ કરતા છોકરાએ દવા પીધેલ અને કારણ પૂછતા સામે વાળા મહિલા ડાકણ છે નવરાત્રી વખતે મને રાત્રિ દરમિયાન નદીમાં નવડાવવા માટે લઈ ગયેલ પરતું મારા પર દબાણ હોય તેથી મેં કોઈને કીધેલ નહીં તેવું અમારા છોકરાએ જણાવ્યું હતું , તેથી ઘટના સ્થળ પર ગામના સરપંચ તેમજ ગામના સભ્ય ને બોલાવી આ બાબતે પૂછપરછ કરતાં દવા પીવાનું કે આત્મહત્યા ના પ્રયાસનું કોઈ બીજું કારણ હોય શકે તેમ સાબિત થતું હતું, પરંતુ બચવા માટે સામે વાળા મહિલાનું નામ આપેલ હોય, કારણની જાણ ન થાય ત્યાં સુધી કોઈ ઉપર વહેમ કરી ડાકણ કહી બદનામ ના કરવા સમજ આપેલ, સામે પક્ષ અંધશ્રદ્ધામાં આટલાં ઉતરી ગયેલ છે કે, સામે વાળા મહિલાને મારવા માટે દોડી ગયેલ.
તેથી 181 ટીમ તેમજ ગામના સરપંચ દ્વારા સામેવાળા પરિવારને સમજાવી જાણ્યા સમજ્યા વિના ડાકણનું વહેમ રાખી કોઈની બદનામી ન કરવા સમજાવેલ અને છોકરાએ આવું પગલું ભરવાનું સાચું કારણ જાણવા સમજ આપેલ, તેથી સામે પક્ષ સમજી ગયેલ બીજી વાર આવી ભૂલ નહી થાય તેની ખાતરી આપેલ. આમ 181 ટીમ દ્વારા એક પરિવારનો ડાકણનો વહેમ દૂર કરી અંધશ્રધ્ધામાંથી બહાર નીકળવાની સમજ આપી તેમજ સલાહ, સૂચન આપી સમાધાનની કરાવ્યું હતું.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
