<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

આકરી ગરમીમાં રાજપીપળા દરબાર રોડ સહિતના કેટલાય વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યા યથાવત

સ્થાનિક રહીશોની 10 વર્ષથી રજૂઆત છતાં કોણીએ ગોળ, નવા અધિકારીઓ નિકાલ લાવે તેવી લોકલાગણી: કાછીયાવાડના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરા તફરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાના દરબાર રોડ સહિત કેટલાય વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમીમાં લો વોલ્ટેજ આવતા પંખા સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો તદ્દન ધીમા ચાલતા હોય લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે દરબાર રોડ પારેખ ખડકી માં ઘણા વર્ષો થી લો વોલ્ટેજ ની રામાયણ હોય સ્થાનિકો એ દર વર્ષે વારંવાર ફરિયાદો કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી આજે વર્ષો બાદ પણ આ જગ્યા પર સમસ્યા યથાવત છે. આ માટે સ્થાનિક અધિકારીઓ ને જાણ કરતા લાઈનમેનો આવી ફક્ત વાયર આમતેમ કરી ગ્રાહકો ને સંતોષ આપવા પ્રયત્ન કરે છે. પરંતુ વર્ષો જૂની આ સમસ્યા દૂર થતી નથી અને ખાસ કરીને ઉનાળા માં મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે.
ખરેખર તો શહેર માં મોટા ભાગના વિસ્તારો માં અગાઉ કરતા બમણો વપરાશ વધ્યો હોય નવા વધુ પાવર ના ટ્રાન્સફોર્મર નાંખવા જરૂરી છે છતાં આ માટે કોઈ જ કામગીરી ન કરતા વીજ કંપનીના અધિકારીઓ જાણે ગ્રાહકો સાથે ઓરમાયું વર્તન રાખી જાણી જોઈને ગરમી માં હેરાન કરતા હોઈ એમ લાગી રહ્યું છે.
તાજેતર માં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ને ત્યાંથી સ્માર્ટ મીટર નાંખવાની શરૂઆત થઈ ત્યારે વીજ કંપની ના મુખ્ય ઇજનેર બી.બી.પટેલ એ કહ્યું હતું કે સ્માર્ટ મીટર માં કોના ઘર નો કેટલો લોડ વપરાઈ છે એ આ મીટર માં ખબર પડશે પરંતુ વધુ લોડ ની ખબર પડ્યા બાદ પણ જો આવા ગ્રાહકો નો લોડ નહીં વધારાઈ તો સ્થિતિ માં કોઈજ બદલાવ આવશે નહી માટે લો વોલ્ટેજ ની સમસ્યા ના કાયમી ઉકેલ આવે તેવી ગ્રાહકો ની માંગ છે.
 લો વોલ્ટેજ ના કારણે પંખા ની ગતિ અડધી થતા પાંચ ની ગતિ પર ફરતો પંખો જાણે એક ની સ્પીડે ચાલતો જણાઈ છે જ્યારે અમુક ઘરો માં તો કુલર કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપડતાજ નથી જ્યારે લોકોના એ.સી.બંધ થાય ત્યારબાદ વોલ્ટેજ બરાબર આવતા કંઈક રાહત મળે છે. માટે આ ગંભીર સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે.
: ગુરુવારે રાત્રે રાજપીપળા માં કાછીયાવાડ વિસ્તાર માં ઓવરલોડ ના કારણે ટ્રાન્સફોર માં આગ લાગતા અફરા તફરી ફેલાઈ હતી, જોકે આ વિસ્તાર માં ગયા વર્ષે પણ આ જ જગ્યા એ આગ ની ઘટના બની હતી જેમાં ત્યાં બાંધેલા પશુઓ નો આબાદ બચાવ થયો હતો.
માટે રાજપીપળા શહેર ના ઘણા વિસ્તારો માં ઓવરલોડ ના કારણે લો વોલ્ટેજ અને આગ ની ઘટના બનતા જોખમી હોય સત્વરે આ માટે યોગ્ય કાર્યવાહી જરૂરી છે.

(10:46 PM IST)