News of Friday, 2nd May 2025
રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર આગળ નજીવી બાબતે પંચ મારી ધમકી આપતા બે વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા હરસિદ્ધિ મંદિર પાસે નજીવી બાબતે એક યુવાનને માર મારતા બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિતેશકુમાર વિક્રમભાઈ વસાવા (ઉ.વ. ૨૬ )(રહે-મોતીબાગ રાજપીપલા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિર આગળ રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર તેમના કામ અર્થે ઊભા હતા તે વખતે હાર્દિકભાઈ રોહીતભાઈ વસાવાએ કહેલ કે તું એ મારા ભાઈ નિરજ સાથે કેમ બોલાચાલી કરેલી, તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રીતેશભાઈને તેના હાથમાંનો પંચ માથાના પાછળના ભાગે તેમજ ડાબા કાને મારી ઈજા કરી તેમજ બીપીનભાઈ રમેશભાઈ વસાવા (બન્ને રહે-ટેકરા ફળીયું રાજપીપલા) પણ ત્યાં આવી પ્રીતેશભાઈ ને શરીર મુકાઓથી માર મારી ઈજા કરી અને હાર્દિક વસાવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
