<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

લીમપુરા ગામે સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના લીમપુરા ગામમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મ કરનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે

   મળતી માહિતી અનુસાર લીમપુરા ગામમાં બનેલી ઘટના માં લગભગ ૧૬ વર્ષથી નાની એક સગીર બાળકી ને સાહિલ મહેશભાઇ રાઠોડ રહે.ગરદિયા તાલુકો. હાલોલ જીલ્લો પંચમહાલનાએ કાયદેસરના વાલીપણામાથી લલચાવી, પટાવી, ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધી ગુનો ગુનો કરતા તિલકવાડા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:50 PM IST)