<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

રાજપીપળા ગાંધીચોક પાસેથી મહિલા ટી આર બી જવાનોને આધેડ મહિલા મળી આવતા પરિવારને સોંપ્યા

ઝરવાણી ગામથી દીકરાઓ દાદીને રાજપીપળામાં રૂપિયા ઉપાડવા લાવ્યા હતા ત્યારબાદ અધવચ્ચે મૂકી જતા રહેતા વૃદ્ધા અટવાયા હતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના રાજપીપળામાં અટવાયેલા એક દાદી ગાંધીચોક ખાતે ફરજ બજાવતા ટી.આર.બી. જવાનોને મળી આવતા અટવાયેલા આ દાદીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

   જાણવા મળ્યા મુજબ ઝરવાણી ગામમાં રહેતા વસાવા ખાટુબેન મકાનાભાઈ નામના મહિલા.રાજપીપળા ગાંધીચોક પર ફરજ બજાવતા ટી.આર.બી. જવાન તડવી શીતલબેન જીતેન્દ્રભાઈ તથા વસાવા મીનાબેન કમલેશભાઈ નાઓ ને મળી આવતા તેઓ ભુલા પડ્યા હોવાનું જણાતા ટી.આર.બી જવાનો એ તેમની પૂછપરછ કરતા દાદી એ જણાવ્યું કે પોતાના બે દીકરા પૈસા ઉપાડવા માટે મને રાજપીપળા લાવ્યા હતા ત્યારબાદ પૈસા ઉપાડી મને મૂકીને જતા રહ્યા છે તેમ તેઓ રડતા રડતા કહેતા હતા ત્યારબાદ ટીઆરબી બહેનોએ પોતાના હાજરી માસ્તરનો સંપર્ક કર્યો અને માછી વાસુદેવ હરનીશભાઈએ આ દાદીનો ફોટો પાડીને ઝરવાણી ગામના કારીગરનો સંપર્ક કર્યો ત્યારબાદ ઝરવાની ગામમાં whatsapp ગ્રુપમાં મોકલો અને ત્યાર પછી દાદીની ઓળખાણ કરીને પોતાના દીકરા વસાવા લક્ષ્મણભાઈ મકાનાભાઈ ગામનો સંપર્ક થતાં દીકરાને ગાંધી ચોક ખાતે બોલાવી દાદી ને સોંપવામાં આવ્યા હતા

(10:54 PM IST)