News of Friday, 2nd May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 360 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 7,471.55 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 7,471.55 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 360 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 230 રૂ. અને નીચો ભાવ 45 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 320 રૂ., આણંદમાં 300 રૂ., ડીસામાં 290 રૂ., અમદાવાદમાં 280 રૂ., ભરૂચમાં 260 રૂ., ગોંડલમાં 191 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,471.55 ટન ડુંગળીની આવક થઇ છે.


(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
