<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTUનો નિર્ણય

છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ વિદ્યાર્થી ના મળતા, આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ના આપવા નિર્ણય કરાયો

અમદાવાદ : ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ વિદ્યાર્થી ના મળતા, આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ના આપવા નિર્ણય કરાયો છે. NEP હેઠળ વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ કરે એ માટે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કર્યા હતા. 

 મહેસાણામાં આવેલ જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરાયું હતું. માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના ત્રણ વર્ષના પ્રયત્નો બાદ આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટર બ્રાન્ચના ગુજરાતી પુસ્તકો પણ તૈયાર કરાયા હતા. ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં એન્જિનિયરિંગ કરવું હોવાથી ગુજરાતીમાં ભણવા માટે રસ ના દાખવ્યો. ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં સમસ્યા થતી હોવાનું આવ્યું છે સામે.

(1:40 PM IST)