News of Saturday, 3rd May 2025
સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં માવઠું થવાની પ્રબળ શક્યતા
કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે.તેથી કચ્છ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં આજે માવઠું થવાની પ્રબળ શક્યતા છે.
રાજ્યના અન્ય જિલ્લાઓના હવામાનમાં પણ પલટો આવી શકે છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 8 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 30 થી 35 કિમી રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
