<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સુરતના પુણામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઇ દ્વારા ભગાવી જઈ યૌનશોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને વિદ્યાર્થી થકી 20 અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું ખૂલતાં ખળભળાટ

સુરત તા.૩ :  પુણામાં રહેતા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન કમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઇ દ્વારા ભગાવી જઈ યૌનશોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી 20 અઠવાડિયાનો ગર્ભરહ્યો હોવાનું બહાર આવતાં નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગર્ભમાં ઉછરી રહેલાં બાળકનો જન્મ થશે કે પછી ગર્ભપાત કરવામાં આવશે તેને લઇને કાયદાકીય ગૂંચ સાથે સામાજિક પ્રશ્ન ઉભો થયો છે. મહત્ત્વનું છે કે, શિક્ષિકાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંને સુરતથી વડોદરા, અમદાવાદ, દિલ્હી, વૃંદાવન, જયપુર ગયા હતા અને તે દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે ફરી સંબંધ બાંધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરત સહિત સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલા 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 11 વર્ષના વિધાર્થીના અપહરણના બનાવમાં પુણા પોલીસે 4 દિવસની દોડધામ બાદ બંનેને ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રતનપુર પાસે ચાલુ બસમાંથી ઝડપી લીધા હતા. બંનેને સુરત લાવી પોલીસે હાથ ધરેલી તપાસમાં શરૂઆતમાં બંનેએ પરિવારે ઠપકો આપતા સાથે ચાલ્યા ગયાનું જણાવ્યું હતું.

આ પછી પોલીસ તપાસમાં ખુલાસો થયો વિદ્યાર્થીની ઉંમર 11 નહીં 13 વર્ષ છે અને બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ છે. તેમની વચ્ચે મહિના અગાઉ શરીર સંબંધ પણ બંધાયો હતો. શિક્ષિકાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંને સુરતથી વડોદરા, અમદાવાદ, દિલ્હી, વૃંદાવન, જયપુર ગયા હતા અને તે દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે ફરી સંબંધ બાંધ્યો હતો. વડોદરાની હોટેલમાં ભાણેજ છે, પાવાગઢ જવાનું છે તેમ કહી ફોટા સાથેનું આઇકાર્ડ રજૂ કર્યું હતું. ગેસ્ટ હાઉસમાં બંને એક રૂમમાં જ રહ્યા હતા.

પોલીસે બંનેના તબીબી પરીક્ષણ કરાવ્યા તે દરમિયાન નવો ઘટસ્ફોટ થયો હતો કે, શિક્ષિકાને હાલ પાંચ માસનો ગર્ભ છે. પોલીસે તે ગર્ભ કોના થકી છે તે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, દુકાનદારનો પુત્ર છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો. આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા. તેને લીધે જ તે ગર્ભવતી થઇ છે.

(4:37 PM IST)