News of Saturday, 3rd May 2025
ઘુષણખોરોને ડીપોર્ટ કરવાની મંજૂરી : 210 બાંગ્લાદેશીઓને પાછા મોકલવાનો માર્ગ મોકળો :બોર્ડરે સેનાને હવાલે કરશે
અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી જ 190, જ્યારે સોલામાંથી 6 અને ઓઢવામાંથી 2 મળી કુલ 198 અને અન્ય શહેરોના મળીને કુલ 210 ઝડપાયા છે

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કરેલા સૌથી મોટા ઓપરેશનમાં 890 શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. જેમાં 198 લોકો બાંગ્લાદેશી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી હતી. જ્યારે અન્ય લોકો પાસેથી શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે
. બીજી તરફ 198 ઉપરાંત, અન્ય અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓ સહિત કુલ 210 બાંગ્લાદેશીઓની યાદી બનાવીને તમામને ડીપોર્ટ કરવા માટે ક્રાઇમબ્રાંચે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. જેની મંજૂરી મળતા આગામી પાંચ દિવસમાં તમામને ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર મોકલીને સેનાને હવાલે કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.
મદાવાદના ચંડોળા વિસ્તારમાંથી જ 190, જ્યારે સોલામાંથી 6 અને ઓઢવામાંથી 2 મળી કુલ 198 મળ્યા છે. જ્યારે માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશી પકડાયા હતા
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
