News of Saturday, 3rd May 2025
પીપલપાણી ગામની ફાટક પાસે બે બાઈક સામ સામે ભતકાતા એકનું મોત, પાંચ ને ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં થયેલા અકસ્માતમાં એક નું મોત નીપજ્યું હતું જ્યારે અન્યોને ઇજાઓ થતા ફરિયાદ નોંધાઈ છે
મળતી વિગતો અનુસાર નાનસીંગભાઇ ભાંગાભાઇ વસાવા (રહે. માંડવીપાણી,નિશાળ ફળીયુ.તા.સોનગઢ, જી.તાપી )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ વિકાસભાઈ શ્રાવણભાઇ વસાવા(રહે.નાલ,તા.સાગબારા, જી.નર્મદા) નાઓએ પોતાના કબ્જામાંની મો.સા નંબર-GJ 22Q 3529 ની પુરઝડપે સાગબારાથી સોનગઢ જતા રોડ ઉપર આવેલ પીપલાપાણી ગામના ફાટક પાસે હંકારી આ લાવતા તેમના પુત્ર પ્રવિણભાઇ નાનસીંગભાઇ વસાવાનાઓની મોટરસાયકલનંબર GJ 26 M 8102ને સામેથી અથાડી એક્સીડન્ટકરી તેઓને તથા તેની સાથે મો.સા પર પાછળ બેઠેલ (૧)કિરણભાઇ પ્રવિણભાઇ વસાવા તથા (૨) સોહમકુમાર રાકેશભાઇ વસાવા તથા (૩) તુષારભાઇ હરીલાલ વસાવા (ત્રણે રહે. માંડવીપાણી, તા.સોનગઢ, જી.તાપી )નાઓને જમણા પગે ફેકચર કરી તેમજ શરીરે ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી પ્રવિણભાઇ નાનસીંગભાઈ વસાવા નાઓ સારવાર દરમ્યાન રાજપીપાપલા સીવીલ હોસ્પિટલમાં મોત નિપજાવી તેમજ પોતાને તથા તેની સાથે મો.સા ઉપર બેઠેલ સાગરભાઇ સીંગાભાઇ વસાવા( રહે.નાલ, તા.સાગબારા, જી.નર્મદા )નાઓને શરીરે ઓછીવત્તી ઇજા પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે વિકાસભાઇ શ્રાવણભાઈ વસાવા( રહે. નાલ, તા. સાગબારા, જી. નર્મદા) વિરુદ્ધ ગુનો દખલ કર્યો છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
