News of Saturday, 3rd May 2025
નર્મદા જિલ્લામાં ખોટા આવકના દાખલાનો RTE નો લાભ લેવા ઉપયોગ કરનાર પાંચ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં ખોટા આવકના દાખલા બનાવી સરકારી યોજનાનો લાભ લેનાર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના ભદામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ક્રિષ્ણાબેન બીનીતકુમાર દિનેશચન્દ્ર શાહ (રહે.દરબાર રોડ રાજપીપળા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ (૧) રાહુલભાઇ કે પ્રજાપતી (૨)દિલિપભાઇ સી પટેલ(૩) અનિલકુમાર એમ રોહિત (૪) દક્ષાબેન એન બારીયા તથા (૫) કલ્પનાબેન એન વસાવાએ તા.૦૩/૦૩/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન ભદામ તથા ગામકુવા તથા ભચરવાડા તથા બોરીદ્રા ગૃપ ગ્રામ પંચાયતોના ખોટા આવકના દાખલા બનાવી તેમા તલાટી કમ મંત્રી ક્રિષ્નાબેન શાહ તથા ગામકુવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાહુલભાઇ વિાભાઇ દેસાઇ તથા બોરીદ્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આશીયાબાનુ એમ શેખ તથા ભચરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પરેશભાઇ એચ ઝાલાની ખોટી સહીઓ કરી ઉપરોક્ત તમામ ગ્રામપંચાયતોના ખોટા સીક્કાઓ બનાવી ખોટા આવકના દાખલામાં તેનો ઉપયોગ કરી ખોટા આવકના દાખલાઓનો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લેવા માટે ઉપયોગ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
