News of Saturday, 3rd May 2025
વડોદરાના વાતાવરણમાં પલટો : ભારે પવન ફુંકાયો : ધૂળની ડમરીઓ ઉડી
પવનની ગતિમાં વધારા સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને પરેશાન

વડોદરા : દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. શહેરમાં રાત્રે વાદળો સાથે પ્રિ મોન્સુન એક્ટિવિટી સક્રિય બનશે. શહેરમાં પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દેશના ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ માં ગાજવીજ અને પવનો સાથે વરસાદ પડી રહ્યો છે
હાલમાં દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 8 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે
વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને સાંજથી પવનની ગતિમાં વધારા સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની જોવા મળી હતી.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
