<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

અમદાવાદના ચંડોળા તળાવ પર સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લા પઠાણને કાયદાનું ભાન કરાવ્યું : ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું .

લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને ફાર્મ હાઉસ પર લવાયા હતા: કુખ્યાત આરોપી જમીન પર ગેરકાયદે રીતે કબજો કરીને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો

અમદાવાદના ચંડોળા તળાવ પર સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લા પઠાણને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું છે. લલ્લા પઠાણને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચંડોળામાં લલ્લા પઠાણના ફાર્મ હાઉસ તેમજ ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમનું પંચનામુ કરવામાં આવ્યું છે.  લલ્લા સામે વધુ મજબૂત પુરાવા એકત્રિત કરવા ક્રાઇમ બ્રાન્ચ લલ્લાને સાથે રાખી પૂછપરછ કરાશે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના 6 દિવસના રિમાન્ડ  મેળવ્યા છે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદના ચંડોળા તળાવ પર સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લા પઠાણને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને ફાર્મ હાઉસ પર લવાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને આરોપીને ફાર્મ હાઉસ લવાયા હતા. કુખ્યાત આરોપી જમીન પર ગેરકાયદે રીતે કબજો કરીને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર સામે તવાઇ હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્લાદેશી ઘૂસણખોરને આશરો આપનારો લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

 


 

(8:17 PM IST)