<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રતિબંધોથી ઘેરાયેલી રોસનેફ્ટ નયારા એનર્જીમાંથી બહાર નીકળવાના માર્ગે: નયારા એનર્જી (અગાઉ એસ્સાર ઓઈલ)માં ૪૯.૧૩% હિસ્સો ધરાવે છે: આ હિસ્સાને વેચવાની યોજના બનાવી રહી છે: અંગ્રેજી અખબારનો અહેવાલ : આ નિર્ણયનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ૨૦૧૪થી લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો છે, જેના કારણે રોસનેફ્ટ નયારા એનર્જીમાંથી મળતી કમાણીને પોતાના દેશમાં પાછી લઈ જઈ શકી નથી : રોસનેફ્ટે કહ્યું હતું કે, "કંપની તેની ઉત્પાદન યોજનાઓ અંગે મીડિયા સાથે ચર્ચા કરતી નથી.": રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રૂપ અને યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપે આ અંગેના પ્રશ્નોનો જવાબ આપ્યો નથી: જ્યારે જેએસડબલ્યુ ગ્રૂપ અને સાઉદી અરામ્કોએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો1:27 PM IST

મહત્વના સમાચારો ઉડતી નજરે : ખ્રિસ્તી ધર્મ ગુરુ પોપ ફ્રાંસીસ હોસ્પિટલમાં એક મહિના સુધી લાંબી સારવાર લીધા બાદ હવે પોતાના નિવાસ સ્થાન પરત કર્યા છે અને હોસ્પિટલની બહાર એકત્ર ખ્રિસ્તી સમુદાયને તેઓ મળ્યા હતા અને અભિવાદન ઝીલેલ : જમ્મુ કાશ્મીરના પૂંછ ખાતે સુરક્ષા સૈનિકોએ ખાસ ઓપરેશન હાથ ધરી ત્રણેક એ કે ૪૭ રાઇફલ, ઢગલાબંધ મેગેઝીન, એકાદ હજાર કારતૂસ અને ગ્રેનેડ બનાવવાનો સામાન કબજે કરી મોટા કાવતરાને ઝડપી લીધું છે. : આજથી દિલ્હી વિધાનસભાનું સત્ર શરૂ : મણીપુર ઓડિયો ક્લિપ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ રહી છે : રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ કેસમાં અલ્લાહબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે : સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પરના કટાક્ષ બાદ શિવ સૈનિકોએ હોટેલ યુનિ કોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી કામરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી9:50 AM IST

વડનગરનું પ્રસિધ્‍ધ હાટકેશ્વર મંદિર લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો ધરાવતું સાતમું પ્રવાસન યાત્રા સ્‍થળ : ‘વિરાસત ભી, વિકાસ ભી' નો વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો વધુ એક અભિગમ વડનગરમાં સાકાર થશે : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે હાટકેશ્વર મંદિરના લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા : મુખ્‍યમંત્રી વડનગરમાં યોજાઈ રહેલા ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં ભક્‍તિ ભાવપૂર્વક સહભાગી થયા : સોમનાથ મંદિર-અંબાજી-મોઢેરા-શામળાજી- ધોરડો અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની જેમ હવે હાટકેશ્વર મંદિરમાં પણ પ્રવાસીઓને લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો માણવા મળશે3:53 PM IST

પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહઃ વિશાળ સંખ્‍યામાં નારીશકિત બહેનો કૃષ્‍ણભકિત કરશે : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં ભાવિકોનો મહાસાગર હશેઃ રાધે રાધે : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે લાખો વૈષ્‍ણવો-સનાતનીઓ ૧૦૮ પવિત્ર પોથીજીના દર્શનનો અમુલ્‍ય લ્‍હાવો લેશેઃ આધ્‍યાત્‍મીકતાનો અનેરો ધાર્મિક ઉત્‍સવ : દરરોજ બપોરે ૩ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધી કથાવાંચન બાદ હજ્‍જારો ભાવિકો મહાપ્રસાદ લેશે : શોભાયાત્રા, પોથીજીનું સ્‍થાપન, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહિતના તમામ ઉત્‍સવો ભારે ધામધુમથી ઉજવાશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ ઐતિહાસિક આયોજન કરવા કટીબધ્‍ધ11:41 AM IST