તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 5th May 2025
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૧,૦૦૦ જોડી ચપ્પલોનું વિતરણ
ગુરુકુલના ૨૨૫ સ્વયંસેવકોએ જાતે ચપ્પલ પહેરાવ્યા

અમદાવાદ તા. ૫ ઉનાળાની તીવ્રતા વચ્ચે જમીન પર પગ મૂકતા તપી ઊઠાય એવા સમયે, SGVP ગુરુકુલ અમદાવાદ દ્વારા
માનવતાના મીઠા સ્પર્શરૂપે દર વર્ષે જરૂરિયાતમંદો માટે ચપ્પલ વિતરણનું પાવન સેવા કાર્ય યોજાય છે. આ સેવાયજ્ઞને આ વર્ષે પણ
ઉલ્લેખનીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પ્રેરણાથી સંસ્થા
દ્વારા તારીખ 4 મે, 2025ના રોજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૧,૦૦૦ થી વધુ ચંપલની જોડી જરૂરીયાતમંદો
સુધી પહોંચાડવામાં આવી. આશરે ૨૨૫ સ્વયંસેવકોની ટીમે અમદાવાદના રસ્તા, ગલીઓ અને ખૂણાઓ સુધી પહોંચી, પગરખાં
વગરના દરિદ્રનારાયણના પગમાં ભાવપૂર્વક ચંપલ પહેરાવ્યા.
આ સેવા પ્રવૃત્તિ માત્ર પગરખાંનું વિતરણ નથી, તે માનવતા અને કરુણાની જીવંત અભિવ્યક્તિ છે. છેલ્લા ૧૫ વર્ષથી SGVP
ગુરુકુલ દ્વારા અવિરતપણે ચાલતી આ પરંપરા સમાજમાં સેવાનું જીવંત પ્રતિક બની છે.
– કનુ ભગત
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
