તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 5th May 2025
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર:વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો મોખરે
વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 59 ટકા પરિણામ આવ્યું

અમદાવાદ :ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું હતું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું 97.20 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું હતું. દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59 ટકા પરિણામ આવ્યું હતું.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
