તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 5th May 2025
સૌરાષ્ટ્રની સાગર સુરક્ષા યોજના માફક આર્થિક પાટનગર સુરતની સુરક્ષા : અનુપમસિહ ગેહલોતનો નવતર પ્રયોગ
પેટ્રોલિંગ માટેની આધુનિક બાઇક અર્પણ : પોલીસ કમિશ્રરે જાતે બાઇક ચલાવીઃ ડીસીપી રાજેશ પરમાર, એસીપી દીપ વકીલ અને પીઆઇ નીતિન ભરવાડ ટીમનું સુંદર આયોજન : કાશ્મીર ખીણની આતંકી ઘટના પછી માત્ર પોલીસ એલર્ટ રહે તે પૂરતું નથીઃ લોક જાગળતિ અભિયાન જરૂરી હોવાનું ગુપ્તચર વડાના અનુભવ આધારે સીપી સારી રીતે સમજે છે : ડુમસ બીચનું સફાઈ અભિયાન પોલીસે સંભાળી લોકોને સાથે જોડવા સુરક્ષા રણનીતિનો એક ભાગઃ સુરક્ષા સેવાનો સંગમ

રાજકોટ, તા.,૫: કાશ્મીર ખીણની આતંકી ઘટના પછી રાજ્યના આર્થિક પાટનગર એવા સુરતની વિવિધ રીતે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જરૂરી હોવાનું ગુપ્તચર વડાના અનુભવ આધારે સીપી અનુપમસિંહ ગેહલોત nr સમજતા વાર ન લાગવા સાથે આ વિશાળ કાર્ય માટે ફકત પોલીસ જ નહિ પણ લોક જાગળતિ અભિયાન જરૂરી હોવાનું જે રીતે નો ડ્રગ્સ ઈન સુરત માં ઉપયોગી બન્યું તેજ રીતે સુરતના ડુમ્મસ બીચમાં ભૂતકાળની ઘટના ધ્યાને રાખી સાગર સુરક્ષા જેવી યોજનામાં પણ લોકોને સહયોગ સાથે લોકોને રસ પડે તે માટે સ્વચ્છ ડુમ્મસ, ફીટ સુરત અભિયાન શરૂ કરી લોકોને જોડવા જાતે જ આખા અભિયાનનો પ્રારંભ અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ દ્વારા થયેલ. આ પ્રસંગે જાણીતા મહિલા સામાજિક અગ્રણી સંધ્યાબેન ગેહલોત પણ ઉપસ્થિત રહી પ્રવર્તમાન સંજોગોમાં નારી શક્તિ જાગળતિ ખૂબ જરૂરી હોવાનો મેસેજ પૂરો પાડેલ.
સુરત શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી વિરુદ્ધ એક વર્ષથી વિશેષ સમય થયા અભિયાન ચલાવતા સીપી દ્વારા સંખ્યાબંધ ટીમો દ્વારા ચકાસણી કરાવેલ. માથાભારે લોકોના ગેરકાયદે બાંધકામનો કડૂસલો બોલાવી દીધો એ જાણીતું છે. હવે સફાઈ અભિયાન પોલીસે સંભાળી લોકજાગળતિ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થામાં લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે.
બીચ પરના પેટ્રોલિંગ માટે આધુનિક એટીવી બાઇક પોલીસ સ્ટાફને આપી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરેલ જાતે જ બાઇક ચલાવી હતી. આસપાસના વેપારીઓ સાથે સીધો કોન્ટેન્ટ કરી કચરા ટોપલી વિતરણ કરી. કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાયે પોલીસ મથક, અન્ય અધિકારી તથા પોતાનો કોન્ટેક કરવા જણાવેલ. ઉકત પ્રસંગે સેક્ટર,૨ વડા, ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ એસીપી દીપ વકીલ અને પીઆઇ નીતિન ભરવાડ ટીમ કાર્યરત રહેલ.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
